WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણવાસીઓને મળશે વિશાળ રમત સંકુલની ભેટને લઈ આવકારતાં વિજયભાઈ રાઠોડ

આશરે ૭ એકર વિસ્તારમાં ૮ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું છે, ૧૫થી વધુ ઇન્ડોર- આઉટડોર રમતો માટેનું સંકુલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 રાજ્યના ખેલાડીઓને તાલીમ અને સતત અભ્યાસ હેતુ તેમના નજીકના સ્થળે જ તમામ સુવિધાઓ સાથેના રમત સંકુલની વ્યવસ્થા કરવામાં આવે તેવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા રમત ગમતને વિશેષ પ્રોત્સાહન આપવા તાલુકા સ્તરે પણ વિશાળ રમત સંકુલના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જસદણવાસીઓને આગામી દિવસોમાં તાલુકા કક્ષાના વિશાળ રમત સંકુલની ભેટ મળશે રાજ્ય સરકારની આ સુવિધા થકી જસદણના હજારો રમત પ્રેમીઓનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થશે એમ જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવી ગુજરાત રાજ્યની ભાજપ સરકારનું આ કામને બિરદાવ્યું હતું 
 જસદણ ખાતે આશરે ૭ એકર જમીનમાં અંદાજે રૂ.૮.૪૦ કરોડના ખર્ચે તાલુકા કક્ષાના રમત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંકુલ ખાતે ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, બાસ્કેટ બોલ, કબડ્ડી, ખો ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ તથા આઉટડોર ગેમ્સમાં એથ્લેટિકસ, ફૂટબોલ, હેન્ડ બોલ અને વોલીબોલની રમતો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
 તમામ રમતો માટે આવશ્યક ગુણવત્તાસભર સાધનો સાથે ૧- ખો-ખો કોર્ટ, ૧- વોલીબોલ કોર્ટ, એથલેટિક્સ માટે ૨૦૦ મીટર રેડ મડી ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, મલ્લખમ માટે વિશાળ જગ્યા, જૂડો, કરાટે, યોગા, મેડીટેશન માટે મલ્ટીપર્પઝ હોલ, ખેલાડીઓ માટે ચેન્જિંગ રૂમ, શૌચાલય અને વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 તાલુકા સ્તરના આ સુવિધા રમત સંકુલ થકી જસદણ વિસ્તારના ખેલાડીઓને ઘર આંગણે જ ઉત્કૃષ્ટ તાલીમ મળી રહે છે જેના થકી ૨૦૩૭માં ઓલિમ્પિકની યજમાની કરનારા ગુજરાતમાંથી જ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર ખેલાડીઓ ગુજરાતને મળશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો