વિંછીયા તાલુકાના રેવાણીયા ગામમાં ગેરકાયદે દારૂ બનાવતી ભઠ્ઠી પર પોલીસે રેડ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું છે.
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે અનિલ રત્નાભાઈ જમોડ નામના ઈસમે પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાનો ભેદ ખુલ્યો હતો.
પોલીસે સ્થળ પર દરોડા પાડી 215 લિટર દેશી દારૂ મળ્યો, જેના કિંમત રૂ. 43,000 જેટલી છે.
આ ઉપરાંત દારૂ બનાવનો 200 લિટર કાચો આથો અને 200 લિટર ગરમ આથો મળી રૂ. 10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તેઓ સાથે દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા, જેમાં નીચે મુજબ મુદ્દામાલ ઝડપાયો:
ડબલ બેરલ: રૂ. 800
દૂધિયા રંગના ખાલી બેરલ (17 નંગ): રૂ. 3,400
પ્લાસ્ટિકના પાણીના ટાંકા (2 નંગ): રૂ. 3,000
સફેદ ધાતુની નળી: રૂ. 200
વાદળી રંગના 2 નંગ કેરબા (50 લિટર): રૂ. 200
સ્ટીલની ગાગર (1 નંગ): રૂ. 100
ગરણી (1 નંગ): રૂ. 10
નાની ઇલેક્ટ્રિક મોટર (1 નંગ): રૂ. 2,000
કુલ મળી રૂ. 62,610 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વિંછીયા પોલીસ સ્ટાફ દ્વારા અનિલ રત્નાભાઈ જમોડ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.