જસદણ પ્રાંત અધિકારી આર આર ખાંભરાની બેનમુન કામગીરી: મધ્યાન ભોજનની તપાસમાં બાળકો સાથે ભોજન કર્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતાં જસદણ પ્રાંત અધિકારી આર આર ખાંભરાએ વીંછિયા તાલુકાના ફુલઝર ગામની પ્રાથમિક શાળામાં ઓચિંતા આવી પી એમ પોષણ યોજના હેઠળ કાર્યરત મધ્યાહન ભોજન કેન્દ્રની ટોપ થી બોટમ સુધીની તપાસ કરી આટલું જ નહીં પરંતુ શાળાના બાળકો સાથે ભોજન અને તેમની સાથે કાલાઘેલી ભાષામાં વાર્તાલાભ કરી ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખાત્રી કરતાં તેમની આ કામગીરીને લઈ ફુલઝરના ગ્રામ્યજનો પણ ખુશ થયાં હતાં.