એક પુરુષ સાંજે થાકીને ઘરે આવ્યો. ઘરે આવીને ડોરબેલ વગાડ્યો. પત્નીએ દરવાજો ખોલ્યો. પતિના હાથ ખાલી જોઈ પ્રશ્ન કર્યો તમે શાકભાજી ના લાવ્યા. પતિએ જવાબ આપ્યો ના આજે ઓફિસમાં બહુ કામ હતું એટલે હું ભુલી ગયો. પત્ની બબડવા લાગી તમારે તો આ રોજનું થયું તમે રોજ આવા નાટક કરો છો. તમને હવે કઈ યાદ રહેતું નથી એમ કહી રોજની જેમ અંદર રસોડામાં ચાલી ગઈ. પેલો પતિ ઘરનો દરવાજો ખોલો અંદર આવ્યો.
અંદર એમનો જવાન દીકરો મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. પિતાને અંદર આવતા જોઈ બોલ્યો પપ્પા મમ્મી સાચું જ કહેતી હતી તમે હવે બુઢા થઈ ગયા છો પિતા આ સાંભળી કઈ પણ બોલ્યા વગર અંદર ઘરમાં ગયા અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.
પછી એમણે વધારે ખોટું ખરાબ ત્યારે લાગ્યું કે જ્યારે વોશિંગ મશીનમાંથી કપડા કાઢી સુકવવા જતા હતા ત્યારે પોતાની ૨૫ વરસની દીકરીને કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળી હું ભગવાનને પ્રાર્થના કરું છું મને પતિ મારા પિતા જેવો ના મળે હે ભગવાન મને સારો પતિ આપજે જે મારા પિતા જેવો ના હોય આ સાંભળી એ પિતાને એટલું બધું ખોટી લાગી ગયું કે એમણે રાતે એક નિર્ણય કરી લીધો. હું કોના માટે કમાઉ છું કોના માટે આ બધું કરું છું?
એ પિતા એક ચિઠ્ઠી લખે છે અને એ ચિટ્ઠી ટેબલ પર મુકી ઘર છોડી જાય છે. સવારે પરિવારના સભ્યો ઉઠે છે ચિઠ્ઠી વાંચે છે એમાં લખ્યું હોય છે અત્યાર સુધી પરિવાર માટે જીવતો હતો હવે હું મારા માટે જીવીશ તમારી વાતો અને માહોલ ઉપરથી એવું લાગે છે ઘરમાં કોઈને મારી જરૂર નથી એટલે હું ઘર છોડી જાઉં છું.
પછી સમય વીતતો ગયો થોડા દિવસમાં ઘરે કરિયાણાની વસ્તુઓ આવતી બંધ થઈ ગઈ . કેમ કે બીલ ચૂકવવાનું બાકી હતી. પછી દીકરાના ટ્યુશન ક્લાસમાંથી ફોન આવી ગયો કે હવે ટ્યુશનની ફી નહી ભરો તો તમને ટ્યુશન ક્લાસમાં પ્રવેશ નહી મળે થોડા દિવસ પછી ઘરની કામવાળી ઘરમાં આવતી બંધ થઈ ગઈ કેમ કે પગાર ચુકવવાનો બાકી હતો
ઘરમાં આવતો સામાન બંધ થઈ ગયો દીકરાનું ટ્યુશન બંધ થઈ ગયું કચરા પોતા બંધ થઈ ગયા સ્કૂલની ફી ભરવાના ફાંફા થઈ ગયા. અને ત્યારે આ લોકોને સમજાયું કે આપણે જે વિચારતા હતા તેનાથી આ પુરુષ વિશેષ હતા તેમનાથી તો આ ઘર ચાલતું હતું આપણે તો એમ કે શાકભાજી ના લાવ્યા ઘરમાં કઈ કામ કરતા નથી પણ ખરેખર હતા ત્યારે એમની કદર ના કરી .
આપણા જીવનમાં પણ આવું જ છે વ્યક્તિ પરિવારમાં આપણી સાથે હોય આપણાં માટે ઘણું કરતો હોય છે એ આપણે દેખાતું નથી
અને આપણે એમની કદર કરતા નથી
જીવનમાં એક પુરુષ ટાઢ તડકો વરસાદ વેઠીને પણ પોતાના પરિવારનું પેટ ભરતો હોય છે ઓફિસ દુકાનના મહેણા ટોણા દુનિયાભરની ગાળો સાંભળી ઘરે આવતો હોય છે એને કેટલુ માનસીક ટેન્શન ચિંતા દબાણ હોય છે એ પુરુષ ઘરે આવે ત્યારે એણે પહેલા શાંતિથી ઘરમાં આવવા દો. બેસવા દો એમના હાથમાં પાણીનો ગ્લાસ આપો શાંતિથી પુછો કેવો ગયો આજનો દિવસ? એક નિખાલસ હાસ્ય સાથે સ્વાગત કરશો તો એ ઓફિસના દુકાનનો પચાસ ટકા થાક ઉતરી જશે ઘરનું વાતાવરણ જ ખરાબ હશે તો એ પુરુષ ક્યાં જશે? જરા વિચારો.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૮૨૦૦૧૩૧૪૫૫