WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયા તાલુકાની ૧૬ ગ્રામ પંચાયતોની ચૂંટણીઃ તા. રરના મતદાન

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 વિછીયા તાલુકાના ૧૬ ગામડાઓની ગ્રામ પંચાયતોના સરપંચની તેમજ વોર્ડની સામાન્‍ય ચૂંટણી તા. ૨૨-૬-૨૦૨૫ ના રોજ યોજાશે. આ ઉપરાંત વિછીયા તાલુકાના બે ગામડાની સરપંચની પેટા ચૂંટણી અને ૧૦ ગામના ખાલી પાડેલા વોર્ડની પેટા ચૂંટણી પણ સાથે સાથે યોજાશે.
વિછીયા તાલુકાના જુદા જુદા ગામડાઓમાં જ્‍યાં ચૂંટણી છે તેવા અજમેરમાં  ૨૧૫૨ મતદારો, અમરાપુરમાં ૩૬૩૯ મતદારો, આસલપુરમાં ૧૭૮૫ મતદારો,  છાસિયામાં ૩૫૩૦ મતદારો, દેવધરીમાં ૨૫૨૩ મતદારો, ઢેઢુકીમાં ૨૧૫૭ મતદારો,  ફૂલઝરમાં ૨૧૫૦ મતદારો, ગુંદાળા જસમાં ૨૦૦૯ મતદારો, કંધેવાળીયામાં ૨૨૦૩ મતદારો, મોઢુકામાં ૩૧૦૬ મતદારો, મોટા હડમતીયામાં ૧૪૪૨ મતદારો, મોટામાત્રામાં ૧૭૭૫ મતદારો,પાટીયાળીમાં ૧૪૯૮ મતદારો, પીપરડીમાં ૪૮૧૯ મતદારો, થોરીયાળીમાં ૧૪૧૪ મતદારો અને વાંગધ્રા ૨૨૫૨ મતદારો નોંધાયેલા છે. આ તમામ ગામમાં સરપંચ પદ માટે તેમજ તમામ વોર્ડની સામાન્‍ય ચૂંટણી માટે મતદાન યોજાશે.

આ ઉપરાંત વિછીયા તાલુકાના બે ગામડાઓમાં સરપંચની પેટા ચૂંટણી પણ યોજાશે.વનાળામાં ૧૨૪૬ મતદારો તથા ગઢાળામાં ૭૩૬ મતદારો છે. જ્‍યાં સરપંચની પેટા ચૂંટણી યોજાશે. વનાળામાં સરપંચનું અવસાન થવાને કારણે પદ ખાલી થતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે જ્‍યારે ગઢાળા ગામે સરપંચની સામે અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં પદ ખાલી પડતા સરપંચની પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

આ ઉપરાંત બંધાળી, ભોંયરા, દડલી, હાથસણી હિંગોળગઢ રૂપાવટી, સનાળી, સરતાનપર, સોમપીપળીયા અને વિછીયામાં વોર્ડની પેટા ચૂંટણી યોજાશે. જસદણના ઙ્કાંત અધિકારી આર. આર. ખાંભરાના માર્ગદર્શન હેઠળ વિછીયા મામલતદાર એચ.ડી. બારોટ, નાયબ મામલતદાર ડી.જી.આચાર્ય,  વિછીયા તાલુકા વિકાસ અધિકારી  પી. જી. પરમાર સહિતનું વહીવટી તંત્ર ચૂંટણી કામગીરીની વ્‍યવસ્‍થા સંભાળી રહ્યું છે. તા. ૯-૬-૨૦૨૫  સુધી ઉમેદવારી ફોર્મ રજૂ થઈ શકશે. તા. ૧૦-૬ ના રોજ ચકાસણી બાદ તા. ૧૧-૬ ના રોજ ફોર્મ પાછા ખેંચી શકાશે તથા તારીખ ૨૨-૬  ના રોજ મતદાન અને તા. ૨૫-૬ ના રોજ મતગણતરી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી વિછીયા તાલુકાના ગામડાઓમાં રાજકારણમાં ગરમાવો આવ્‍યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો