મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા ખાતે રૂ. પાંચ કરોડથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટરના કામનું ખાતમુહૂર્ત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ખાતે વિંછીયા ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ અંતર્ગત રૂ.૫.૧૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ભૂગર્ભ ગટર, સી.સી. રોડ તેમજ પેવર બ્લોક માટેનાં કામનો સમાવેશ કરાયો છે.
વિંછીયા ભુગર્ભ ગટર ભાગ-૨મા
વિંછીયા તાલુકાના શિવાજી પરા, અનુસુચિત જાતી વાસ, ફાંગસીયા પરા, રામદેવનગર વિસ્તાર તેમજ પોલીસ સ્ટેશનની પાછળના નવા પ્લોટીંગ વિસ્તારમાં નવીન ભુગર્ભ ગટરની કામગીરી તેમજ ભુગર્ભ ગટર ભાગ-૧ માં બાકી રહેલ હાઉસ ચેમ્બર તથા ભુગર્ભ ગટરની કામગીરી દરમિયાન નુકશાન થયેલ સી.સી. રોડની કામગીરી કરાશે.
આ ખાતમુહૂર્ત થતા વિંછીયાનાં વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ કામ, સી.સી રોડના કામ તેમજ પેવર બ્લોકના નિર્માણની કામગીરી હાથ ધરાશે.