દેશના ડાયનેમિક વડાપ્રધાન મોદીને ધાનાનો સર્વોત્તમ એવોર્ડની નવાજીશને આવકારતાં ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ધાનાના પ્રમુખ જ્હોન ડ્રામાની મહામત્યે ધાનાના સર્વોવ્ચ એવોર્ડ 'ઓફિસર ઓફ ધ ઑર્ડર ઓફ ધી સ્ટાર' થી નવાજ્યા હતા. આ નવાજીશને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ દેશનું સન્માન ગણાવી તેઓને આવકાર આપી અભિનંદન પાઠવ્યાં હતાં.ધાનાના રાષ્ટ્રધ્વજના રંગોની બનેલી પટ્ટી અને તે સાથેનો ચંદ્રક નરેન્દ્રભાઈ મોદીને પહેરાવ્યા હતા.
આ બહુમાન સ્વીકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ મારી અંગત સિદ્ધિ નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોની સિદ્ધિ છે. આ એવોર્ડ બંને દેશો વચ્ચેન મૈત્રીના પ્રતીક સમાન છે. સાથે મારી ઉપર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પ્રબળ કરવાનું ઉત્તર દાયિત્વ લાદે છે.
ઉલ્લેખનીય છે કે, ધાના પણ ભારતની જેમ જ એક સમયે બ્રિટનના તાબામાં હતું. ત્યાં અત્યારે ભારતની જેમ અંગ્રેજી ભાષા પણ લિંગ્વા-ફ્રેન્કા (સર્વમાન્ય ભાષા) બની રહી છે. સીસ-સહરની-સ્ટેટસમાં નાઇજીરિયાની જેમ જ ધાના પણ એક અગ્રીમ દેશ બની રહ્યો છે. પરંતુ નાઇજીરિયા અત્યારે ઉત્તરમાં કટ્ટરવાદી તત્વોનો ભોગ બની રહ્યું છે.
Tags:
News