આજથી ૧૪૪૭ વરસ પહેલા ઇરાકના રણપ્રદેશ કરબલામાં ઇમામ હુસૈન અ. સ. સાહેબ અને તેમના ૭૨ સાથીઓ સાથે સત્ય માટે ઇન્સાનિયત માટે શહીદ થયા. એમના સાથીઓ પાસેથી આપણે શું સબક શીખવાનો છે તે જોઈએ હુર અ. સ. સાહેબ પાસેથી એ શીખવાનું છે જીવતા હોય ત્યાં સુધી પસ્તાવો કરવામાં ક્યારેય મોડુ થતું નથી.
જુન અ. સ. સાહેબએ એક કાળો ગુલામ પણ શહીદી પ્રાપ્ત કરી શકે છે અને અલ્લાહની નજીક રહી શકે છે
હબીબ અ. સ . સાહેબે એ અમને બતાવ્યું કે મિત્રતા કેવી રીતે જળવી રાખવી અને જરૂરીયાતમંદ મિત્રને કેવી રીતે મદદ કરવો.
અબ્બાસ અ. સ. સાહેબે અમને ધીરજ અને વફાદારીનું મહત્વ બતાવ્યું.
અલી અકબર અ. સ. સાહેબે અમને બતાવ્યું કે ન્યાયનું પાલન કરવું એ કોઈ પણ ભૌતિકવાદી ઓફર કરતા ઘણું મોટું છે.
અલી અસગર અ. સ. સાહેબે એમને બતાવ્યું કરે લોકો એટલા ક્રુર થઈ શકે છે તેઓ એક બાળકને પણ છોડતા નથી.
અબ્દુલ્લાહ અ. સ. સાહેબે અમને બતાવ્યું કે સત્ય અને ન્યાય માટે બલિદાન એ લગ્નજીવનનો આનંદ માણવા કરતા ઘણું મોટું છે.
ઓન અને મોહમદ અ. સ. સાહેબે અમને બતાવ્યું કે બહાદુરી બતાવવાની કોઈ ઉંમર નથી.
કાસિમ અ. સ. સાહેબે અમને બતાવ્યું કે કુરતા સામે મૃત્યુ મધ કરતા વધુ મીઠી છે.
વહાબ અ. સ. સાહેબે અમને બતાવ્યું ઇમામ હુસૈન અ. સ. સાહેબને પ્રેમ કરવા માટે મુસ્લિમ હોવું જરૂરી નથી.
મુસ્લિમ બિન અકીલ અ. સ. સાહેબ . આખા શહેર દ્વારા દગો આપ્યા પછી પણ સાચા માર્ગ પર ચાલતા રહેવાનું શીખવ્યું.
ઝેનુલ આબેદ્દીન અ. સ. સાહેબે પોતાની તબીયત ખરાબ હોવા છતાં પણ ઘણી બધી યાતનાઓ સહન કરવાની શક્તિ બતાવી.
ઈમામ હુસૈન અ. સ. સાહેબે આપણને બતાવ્યું કે કુરતા અને જુલ્મ સામે ક્યારેય નમવું જોઈએ નહી ભલે તેના માટે તમારે પોતાના જીવનું પિન બલિદાન આપવું પડે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૮૨૦૦૧૩૧૪૫૫