જસદણમાં તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલ રોડમાં ભૂગર્ભ જોડાણમાં ગાબડું પડતાં અપક્ષ સદસ્યએ ભાજપનો ઝંડો લહેરાવ્યો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં કોંગ્રેસ ભ્રષ્ટાચારનો કાળો કલ્પાત કરી રોડ પર આવવાને બદલે સંકેલાઈ રહી છે ત્યારે આવા માહોલ વચ્ચે થોડા સમય પહેલા કરોડો રૂપિયાના ખર્ચે શહેરના ચિતલીયારોડ પર નવા બનાવેલ રોડના ભુગર્ભ જોડાણમાં અકસ્માત સર્જાય એવો ખાડો પડી જતાં આ અંગે આ વિસ્તારના અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ ભાજપનો ઝંડો ફરકાવી લોકોને સાવધાન કરતાં ભારે કુતૂહલ સર્જાયું હતું અત્રે નોંધનીય છે કે જસદણમાં થોડાં વરસાદમાં પાણી ભરાઈ અને ચોમેર રોડમાં ખાડાઓ અંગે ખુદ ભાજપના સભ્યો જ બળાપા કાઢી રહ્યાં છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ