અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઝોલાપુરમાં 108 દ્વારા 1 કિમિ કાદવ ખૂંદીને પ્રસૂતાને હોસ્પિટલ પહોંચાડી

 ઝોલાપુરમાં 108 દ્વારા 1 કિમિ કાદવ ખૂંદીને પ્રસૂતાને હોસ્પિટલ પહોંચાડીતાલુકાના ઝોલાપુર ગામે મહિલા દર્દીને 108એ 1 કિ.મી જેટલા કાદવમાં ઝોળી બનાવીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા અને સમયસર અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઝોલાપુર ગામેથી સોમવારે કોલ આવતા ગણતરીની મિનિટોમાં 12.23 વાગ્યે 108 એમ્બ્યુલન્સ પહોંચી પરંતુ પેશન્ટના ઘર સુધી જવા કોઈ માર્ગ ન હોય અને પેશનના ઘર જવા સુધીનો માર્ગ કાદવ કિચડ હતું.

પેશન્ટની ગંભીર હોય તેને લઈ કાદવ કિચડ અને ગંદકી વાળા માર્ગ પર થી 108 ની ટીમના ઇએમટી રવિ લાલકીયા અને પાયલોટ સહદેવ સિંહ ગોહિલ ભારે મહેનતે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાંથી મહિલા પેશન્ટ જેનું નામ જયાબેન ચુનારા ને લઈ ઝોલી મારફતે લાવી સંપૂર્ણ ચેકઅપ કરી પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડ્યાં હતા.

વધુ નવું વધુ જૂનું