ધોરણ 12નાં વિદ્યાર્થીનો આપઘાત:જામવાડી જીઆઇડીસીમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક
- બે ભાઈ અને બે બહેનોના પરિવારમાં સ્મિત સૌથી નાનો હતો
ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં પ્રાંતીય અને પરપ્રાંતીય લોકો બહોળી સંખ્યામાં કામકાજ કરી રોજગારી મેળવવી રહ્યા છે. આવા જ લીમડી તાલુકાનાં પરનાળા ગામનાં શ્રમિક પરિવારના આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં જ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
ઘટના અંગેની પોલાસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી
પ્રાપ્ત વિગતો મુજબ જામવાડી જીઆઇડીસીમાં આવેલ ભારત ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં મજૂરીકામ કરતા પ્રેમજીભાઈ ઝાપડિયા નો 19 વર્ષ પુત્ર સ્મિતે કોઈ અગમ્ય કારણોસર કારખાનાની ઓરડીમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગેની પોલાસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
બે ભાઈ અને બે બહેનોના પરિવારમાં સ્મિત સૌથી નાનો હતો
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, સ્મિત ગુંદાળા રોડ પર આવેલ ઓરો સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યો હતો. અને થોડા સમય પહેલા ઘર છોડીને નાસી પણ ગયો હતો, પરંતુ તે ઘરે પરત આવી જતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. બે ભાઈ અને બે બહેનોના પરિવારમાં સ્મિત સૌથી નાનો હતો અને તેણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતા પરિવાર શોક મગ્ન બન્યો હતો.