અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

1.53 લાખ રોકડા સહિત 10 જુગારી 2.53 લાખની મતા સાથે ઝડપાયા | Dharai News

 1.53 લાખ રોકડા સહિત 10 જુગારી 2.53 લાખની મતા સાથે ઝડપાયા

  • ચોટીલાના ધારૈઇની સીમમાં જુગારના દરોડા

ચોટીલાનાં છેવાડાના જસદણ બોર્ડર ઉપરનાં ધારૈઇ ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર નાની મોલડી પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં 1.53 લાખ રોકડ સહિત રૂ.2.53 લાખથી વધુના મુદામાલ સાથે 10 શખસને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

1.53 લાખ રોકડા સહિત 10 જુગારી 2.53 લાખની મતા સાથે ઝડપાયા | Dharai News


સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાની જુગાર દારૂનાં ગુના અટકાવવા આપેલ સૂચના મુજબ પીએસઆઇ વાય.એસ. યુડાસમા તથા સ્ટાફનાં જે.બી.વાળા, રાજેશભાઇ મેર સુરેશભાઇ, હીતેષભાઇ સહિતનાં આણંદપુર પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ધારૈઇ ગામે સુરેશભાઇ વાધાભાઇ બાવળીયા તેની વાડીનાં રૂમમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી જુગારધામ ચલાવે છે.

આથી દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી. જ્યારે તૈયારી સાથે આવેલી પોલીસ ટીમે ધારૈઇનાં સુરેશભાઇ વાધાભાઇ બાવળીયા, વીરમભાઇ પુંજાભાઇ જાડા, રવજીભાઇ વિઠલભાઇ ધરજીયા, ભલાભાઇ કાનાભાઇ નાંગાણી જસદણ તાલુકાના કડુકાના જાદવભાઇ મેઘાભાઇ માંડાણી, પારેવાળાનાં પ્રવિણભાઇ હરજીભાઇ મેવાસીયા, બરવાળાનાં અશોકભાઇ રાઘુભાઇ સાકરીયા, વિછીંયાના ધીરૂભાઇ બચુભાઇ કાલીયા, હડમતિયાના જેઠાભાઇ રામશીભાઇ સાંબડ અને રઘુભાઇ શામળાભાઇ ખાંભલાને રૂ 1,55,670 રોકડા, મોબાઇલ નંગ 9 અને 4 બાઇક સાથે કુલ રૂ.2,53,670 ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ નવું વધુ જૂનું