અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ગોંડલના નવાગામની સરકારી સ્કૂલમાં દિવ્યાંગ શિક્ષક કરે છે ઓર્ગેનિક શાકભાજીની ખેતી, 210 વિદ્યાર્થીને મધ્યાહન ભોજનમાં ખવડાવે છે

ગોંડલના નવાગામની સરકારી સ્કૂલમાં દિવ્યાંગ શિક્ષક કરે છે ઓર્ગેનિક શાકભાજીની ખેતી, 210 વિદ્યાર્થીને મધ્યાહન ભોજનમાં ખવડાવે છે
  • વિદ્યાર્થીઓમાં વિટામિનની ઊણપ ન રહે એ માટે શિક્ષકે જાતે જ શરૂ કરી શાકભાજીની ઓર્ગેનિક ખેતી
  • સ્કૂલનો સમય પૂરો થઈ જાય પછી શિક્ષક રોજ શાકભાજીની માવજત પાછળ 2 કલાક મહેનત કરે છેસામાન્ય રીતે શિક્ષકનું નામ સાંભળતાં જ આપણે સૌને શાળામાં શિક્ષણનો અભ્યાસ કરાવતા જ શિક્ષકોની છબિ યાદ આવે, પરંતુ કોઈ એવા શિક્ષક મળી જાય કે જે શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની સાથે શાકભાજીની ઓર્ગેનિક ખેતી પણ શાળામાં જ કરે છે. હા, આ વાત સાંભળીને નવાઈ લાગશે, કારણ કે આ વાતને સાર્થક કરી બતાવી છે ગોંડલ તાલુકાના નવાગામ પ્રાથમિક શાળાના દિવ્યાંગ શિક્ષક જેન્તીભાઈ ભાખોતરાએ. જેન્તીભાઈને એક પગમાં તકલીફ છે છતાં સ્કૂલનો સમય પૂરો થાય પછી રોજ શાકભાજીની માવજત પાછળ 2 કલાક મહેનત કરે છે. આ શાકભાજીનો ઉપયોગ શાળાના 210 વિદ્યાર્થીના મધ્યાહન ભોજનમાં કરવામાં આવે છે.


જેન્તીભાઈ છેલ્લાં 3 વર્ષથી ઓર્ગેનિક શાકભાજી વાવે છે

છેલ્લાં 10 વર્ષથી જેન્તીભાઈ ભખોતરા નવાગામ પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેન્તીભાઈએ છેલ્લાં 3 વર્ષથી નવાગામ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં એક પર્યાવરણ પ્રયોગ શાળા બનાવી છે, જેમાં તે શાકભાજીનું વાવેતર કરીને ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે. જેન્તીભાઈએ ગત વર્ષે શાળામા ઓર્ગેનિક શાકભાજી, જેમ કે લીલી હળદર, ટામેટાં, ડુંગળી, લસણ વગેરેનું વાવેતર કર્યું હતું, જ્યારે ચાલુ વર્ષે શક્કરિયા-ગાજરનું વાવેતર કર્યું છે. ખાસ વાત એ છે કે જે પણ શાકભાજી પાકે છે એનો ઉપયોગ શાળામાં ભણતા 210 જેટલા વિદ્યાર્થીને અપાતા મધ્યાહન ભોજન બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

ગોંડલના નવાગામની સરકારી સ્કૂલમાં દિવ્યાંગ શિક્ષક કરે છે ઓર્ગેનિક શાકભાજીની ખેતી, 210 વિદ્યાર્થીને મધ્યાહન ભોજનમાં ખવડાવે છે


મધ્યાહન ભોજનમાં શાકભાજીનો ઉપયોગ થાય છે

ઓર્ગેનિક ખેતી કરતા શિક્ષક જેન્તીભાઈ ભાખોતરાએ જણાવ્યું હતું કે હું છેલ્લાં 10 વર્ષથી આ શાળામાં ફરજ બજાવી રહ્યો છું. છેલ્લાં 3 વર્ષથી સરકારના નિયમ અનુસાર, શાકભાજીનું વાવેતર કરીએ છીએ. ગયા વર્ષે ડુંગળી, લસણ, લીલી હળદરનું વાવેતર કર્યું હતું. આ વર્ષે અમે શક્કરિયાં-ગાજરનું વાવેતર કર્યું છે. શક્કરિયાં-ગાજરમાં ઉત્પાદન પણ બહુ સારું આવ્યું છે. આ ઓર્ગેનિક ખેતીમાંથી ઉત્પાદિત થતી શાકભાજીનો મધ્યાહન ભોજનનાં બાળકોને જમાડવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શક્કરિયાં-ગાજરમાં વિટામિન A ભરપૂર હોવાથી બાળકોને પણ ફાયદાકારક બને છે.

ગોંડલના નવાગામની સરકારી સ્કૂલમાં દિવ્યાંગ શિક્ષક કરે છે ઓર્ગેનિક શાકભાજીની ખેતી, 210 વિદ્યાર્થીને મધ્યાહન ભોજનમાં ખવડાવે છેહું બીજા શિક્ષકોને પણ અપીલ કરું છું

જેન્તીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે હું બીજા શિક્ષકોને પણ અપીલ કરું છું કે તમે પણ મારી જેમ શાળામાં ઓર્ગેનિક ખેતી કરો તો મધ્યાહન ભોજનનાં બાળકો સારું શાકભાજી ખાઇ શકે એ એનો હેતુ છે. અમારી શાળામાં હાલ 210 વિદ્યાર્થી છે અને તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી ઉત્પાદિત થતી શાકભાજી ખવડાવવામાં આવે છે. મારી નોકરી પૂરી થાય પછી હું ઓર્ગેનિક ખેતીમાં ઓછામાં ઓછા 2 કલાક ફાળવું છું. શક્કરિયા-ગાજર પણ મોટા પ્રમાણમાં અને વજનવાળાં ઉત્પાદિત થયાં છે. એમાં એક શક્કરિયાં-ગાજરનું વજન 500 ગ્રામ સુધીનું છે.


લોકડાઉનમાં પણ જેન્તીભાઈ રોજ શાકભાજીની માવજત કરતા

શાળામાં અભ્યાસ કરતી હેપ્પી સોલંકીએ જણાવ્યું હતું કે હું ધો.7માં અભ્યાસ કરું છું. અમારા સર જેન્તીભાઈએ શાળામાં શાકભાજીનું વાવેતર કર્યું છે. આ શાકભાજીને અમને બપોરે મધ્યાહન ભોજનમાં ખાવા માટે આપે છે. ગત વર્ષે લીલી હળદરનું વાવેતર કર્યું હતું, એ પણ અમને આપી હતી. લોકડાઉન હતું ત્યારે શિક્ષકો શાકભાજીને પાણી આપવા અને માવજત કરવા આવતા હતા. શાળામાં અન્ય એક શિક્ષક અંકુરભાઈ રાંકે જણાવ્યું હતું કે મારા સાથી શિક્ષક જેન્તીભાઈએ મહેનત કરીને ઓર્ગોનિક શાકભાજી અને ઔષધીઓનું વાવેતર કર્યું છે. વિદ્યાર્થીઓને વિટામિન ભરપૂર પ્રમાણમાં મળી રહી એ માટે બપોરે મધ્યાહન ભોજનમાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે.


વિદ્યાર્થીઓને સાત્ત્વિક અને શુદ્ધ વિટામિન મળે એવો હેતુ

નવાગામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષક જેન્તીભાઈએ શાળામાં જ કોઈપણ પ્રકારનાં રાસાયણિક ખાતરો નાખ્યા વગર જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડ્યું છે. આ માટે તેઓ દરરોજ શાળાના અભ્યાસના સમય પછી બે કલાક સુધી પોતે દિવ્યાંગ હોવા છતાં શાકભાજીના વાવેતરની માવજત કરે છે. શાકભાજીની ખેતીમાં સમયસર પાણી, નિંદામણ વગેરે પોતે જ મહેનત કરીને કરે છે. શાકભાજીના વિકાસ માટે તેઓ દેશી ખાતરનો ઉપયોગ કરે છે. જેન્તીભાઈનો હેતુ એટલો જ છે કે શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં બહારની શાકભાજી કરતાં અહીં જ ઉગાડેલી વિટામિનથી ભરપૂર તાજી ઓર્ગેનિક શાકભાજીનો ઉપયોગ કરાય, જેનાથી વિદ્યાર્થીઓને સાત્ત્વક અને શુદ્ધ વિટામિન મળી રહે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહેશે.


વધુ નવું વધુ જૂનું