અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બાળકને સર્પે દંશ મારતા ગોંડલની સિવિલ બાદ ખાનગીમાં ખસેડાયો

 બાળકને સર્પે દંશ મારતા ગોંડલની સિવિલ બાદ ખાનગીમાં ખસેડાયો

ગોંડલના સરકારી દવાખાને સેવાનો પર્યાય બનેલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ સરકારી હોસ્પિટલે હતા ત્યારે કુકાવાવના દેવગામે મજૂરીકામ કરતા એમપીના સુનિલભાઈ દેસાઈના 4 વર્ષના પુત્ર રાજવીરને સર્પે દંશ દીધેલી હાલતમાં લઈને આવ્યા હતા, બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોય તેને ખાનગીમાં સારવાર માટે લઈ જવાની જરૂરિયાત હતી.


પરંતુ ખરા ટાણે જ સરકારી કે નગરપાલિકાની એમ્બ્યુલન્સ હાજર ન હતી જે વાતની જાણ દિનેશભાઈ માધડને થતા તેઓ અન્ય વાહનની વ્યવસ્થા કરવા લાગ્યા હતા ત્યાં ગોંડલ સીટી પોલીસના કોન્સ્ટેબલ વિશાલભાઈ ગઢાદરાએ પોતાની કારની ચાવી દિનેશભાઈને આપતા બાળકને ખાનગી ખાતે સારવાર માટે ખસેડ્યો હતો.


દિનેશભાઈ માધડે જણાવ્યું હતું કે ખરા ટાણે જ એમ્બ્યુલન્સ ન હોય અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈએ કારની ચાવી તેઓને સોંપી તે ખૂબ મોટી વાત છે, શ્રમિક પરિવાર પાસે સારવારના પૈસા ન હતા, જે અંગે હોસ્પિટલના ડોક્ટર પિયુષ સુખવાલાને જાણ કરતા તેને કહ્યું હતું કે પૈસાની ચિંતા ન કરશો પહેલા ઝડપથી હોસ્પિટલે સારવાર માટે પહોંચાડો, સેવાભાવી, પોલીસમેન, તબીબે માનવતા દાખવી નવજીવન બક્ષવામાં મદદ રૂપ થતા શ્રમિક પરિવાર અવાચક બની ગયો હતો.

વધુ નવું વધુ જૂનું