અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

Damini App શું છે ? જાણો વિજળી પડતાં પહેલાં આ App કેવી રીતે કરે છે સાવધાન

 Damini App શું છે ? જાણો વિજળી પડતાં પહેલાં આ App કેવી રીતે કરે છે સાવધાન

વીજળી એ એક એવી ઘટના છે જેણે માનવજાતને માત્ર આકર્ષિત જ નહીં પરંતુ ડરાવી પણ દીધું છે. દર સેકન્ડે પૃથ્વી પર લગભગ 50 થી 100 વીજળીના ત્રાટકે છે. તાજેતરના વર્ષોમાં અન્ય તમામ કુદરતી આફતોની સરખામણીમાં વીજળીને ભારતમાં સૌથી વધુ હત્યારા તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરના ડેટા સૂચવે છે કે, ભારતમાં દર વર્ષે લગભગ 2000 થી 2500 મૃત્યુ એકલા વીજળીથી થાય છે

Damini App શું છે ? જાણો વિજળી પડતાં પહેલાં આ App કેવી રીતે કરે છે સાવધાન


What is Damini app and how to warn before lightning strikes ? 

વૈજ્ઞાનિકોએ દેશભરમાં 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવી છે. જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે.

નવી દિલ્લી: દેશભરમાં થઈ રહેલા ભારે વરસાદની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે દિલ્લીમાં મહત્વની બેઠક કરી. ગૃહ મંત્રાલય, જળ શક્તિ મંત્રાલય અને હવામાન વિભાગના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં તેમણે વધારેમાં વધારે લોકોને દામિની એપ ડાઉનલોડ કરવાનો નિર્દેશ કર્યો. જેથી પ્રભાવિત વિસ્તારોમાં વિજળી પડવાથી થનારી મોતની સંભાવના ઓછી કરી શકાય.


કોણે બનાવી દામિની એપ ?

દામિની એપ હવામાન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલ એક મોબાઈલ એપ છે. વિજળી પડવાથી લોકોને સાવધાન કરવા માટે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત ભારતીય હવામાન વિજ્ઞાન સંસ્થાન, પુણેએ દામિની એપ વિકસિત કરી છે. ત્યારે શું છે દામિની એપ આવો જાણીએ.


કેવી રીતે કામ કરે છે દામિની એપ ?

દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજ્રપાત વગેરેની સંભાવનાની સટીક જાણકારી આપે છે. તેના માટે Indian Institute Of Tropical Meteorologyના વૈજ્ઞાનિકોએ લગભગ 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવી છે. જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે. આ નેટવર્ક વિજળી પડવાનું સટીક પૂર્વાનુમાન આપે છે. વિજળીના અવાજની સાથે જ વજ્રપાતની સ્પીડ પણ બતાવે છે.


વજ્રપાતની સ્થિતિમાં શું કરવું તે પણ બતાવે છે એપ  ?

આ એપમાં નીચે ઘણી મહત્વની જાણકારીઓ આપવામાં આવી છે. વિજળી પડવા પર બચાવ કેવી રીતે કરવો તેના વિશે જણાવવામાં આવ્યું છે. સુરક્ષાના ઉપાય ઉપરાંત પ્રાથમિક મેડિકલ સંબંધી જાણકારી પણ છે. વિજળી પડવાની ઘટના માણસો અને પશુપાલકો માટે ઘાતક હોય છે. તેને રોકી તો શકાય નહીં પરંતુ તેનાથી બચી શકાય છે. વિજળી પડવાની સ્થિતિમાં જાગૃતત જરૂરી છે. દામિની એપના માધ્યમથી તેનું પૂર્વાનુમાન કરી શકાય છે. અને એવામાં લોકોની પાસે પૂરતો સમય હોય છે કે તે સુરક્ષિત જગ્યાએ જતાં રહે. એટલે સતર્ક થઈને જાનમાલની ક્ષતિથી બચી શકાય છે.


મોબાઈલમાં આવી રીતે કરો ડાઉનલોડ ?

દામિની એપને ડાઉનલોડ કરવી અત્યંત સરળ છે. એન્ડ્રોઈડ મોબાઈલ યૂઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર અને આઈફોન યૂઝર્સ તેને એપલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કર્યા પછી તેમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તેના માટે તમારું પોતાનું નામ, લોકેશન વગેરે જગ્યા સબમિટ કરવી પડશે. આ જાણકારી આપવાની સાથે જ દામિની એપ કામ કરવાનું શરૂ કરી દેશે. તમારા લોકેશનના 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાની ચેતવણી ઓડિયો મેસેજ કે SMSથી આપે છે.

Damini App install કરો અહીંથી

App source by.- Google play store

ચેતવણી મળવા પર શું કરશો ?

જો તમારા વિસ્તારમાં વિજળી પડવાની છે તો દામિની એપ તમને પહેલાં જ ચેતવણી આપીને સાવધાન કરી દેશે. એવામાં વિજળીથી બચવા માટે ખુલ્લા ખેતર, ઝાડની નીચે, પહાડી વિસ્તારો, પહાડોની આજુબાજુ બિલકુલ ન ઉભા રહેશો. ધાતુઓથી બનેલા વાસણ ધોવાથી બચો અને નહાવાથી તો બિલકુલ બચો. વરસાદથી બચો અને જમીન પર જ્યાં પાણી એકઠું થયું હોય ત્યાં પણ ઉભા ન રહો. છત્રીનો બિલકુલ ઉપયોગ ન કરશો. વિજળીના હાઈટેન્શન વાયર અને ટાવરથી દૂર રહો. ઘરની અંદર જતાં રહો. જો ક્યાંક બહાર હોય અને ઘરે જવું શક્ય ન હોય તો ખુલ્લી જગ્યા પર જ કાન બંધ કરીને ઘૂંટણ પર બેસી જાઓ. ખતરો ટળે એટલે ઘરમાં જતાં રહો.

What is Damini app and how to warn before lightning strikes ?


Damini App – લાઈટનિંગ એલર્ટ એપ : Damini  : લાઈટનિંગ એલર્ટ લાઈટનિંગ એપની મુખ્ય વિશેષતાઓ


  • વાવાઝોડાની હિલચાલ અને તીવ્રતા 2 કલાક આગળની આગાહી
  • તમારા સ્થાન પર વીજળી પડવાની અપેક્ષા હોય તેની 15 મિનિટ પહેલાં સંદેશ ચેતવણી મોકલવામાં આવી હતી
  • વીજળી ક્યારે થશે તેની ચોક્કસ આગાહી કરવા માટે સેવા ઉચ્ચ-રિઝોલ્યુશન લાઈટનિંગ ડેટા સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા હવામાન ડેટાનો ઉપયોગ કરે છે.
  • દામિની એપ્સ ભારતમાં અને તમારી આસપાસ વર્તમાન વીજળી દર્શાવે છે.
  • દામિની લાઈટનિંગ એપ્સ IITM-Pune અને ESSO દ્વારા વિકસાવવામાં આવી છે.
  • આ એપ્સ તમામ લાઈટનિંગ એક્ટિવિટી પર નજર રાખે છે જે ખાસ કરીને સમગ્ર ભારતમાં થઈ રહી છે


વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો