અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકાના પ્રમુખએ ગુજરાત સરકારની કામગીરીને આવકારી

જસદણ નગરપાલિકાના પ્રમુખએ ગુજરાત સરકારની કામગીરીને આવકારી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત સરકાર દ્વારા વરસાદ બાદ એક મહત્વની જાહેરાત કરવામાં આવતાં તેને જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા એ આવકારી હતી આ પગલાને સમયસર અને રાહતરૂપ બતાવ્યું હતું તાજેતરમાં ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ પડતા સાફ સફાઈ વધી જવા પામેલ હતી ત્યારે રાજ્યની વિકાસશીલ સરકારે રાજ્યની ૧૫૬ નગરપાલિકાઓને કુલ મળીને રૂ.૧૭.૧૦ કરોડની સહાય જાહેર કરતાં તેને અનિતાબેને આવકારીને જણાવ્યું હતું કે આ રકમથી પ્રજાકીય કાર્યોમાં વેગ મળશે અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન એ એક રેકોર્ડ તોડયો છે તેમનાં શાસનકાળમાં આઠ જેટલી સામાન્ય ખાસ સભા યોજાય જેમાં દરેક ઠરાવ બહુમતી સાથે પસાર થયાં જેમાં ભાજપ કોંગ્રેસ પક્ષના દરેક સભ્યોએ કોઈ વિરોધ વગર હકારાત્મક વલણ અપનાવ્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું