જસદણમાં જેન્તીભાઇ પ્રજાપતિનું અવસાન થતાં દીકરીઓએ કાંધ આપી
જસદણમાં જુના કોઠી રોડ ઉપર સર્વોદય સ્કૂલ પાસે રહેતા પ્રજાપતિ જયંતીભાઈ ભુરાભાઈ ઝિંઝુવાડીયા (ઉંમર વર્ષ ૫૮) નું ગઈકાલે અવસાન થતાં તેમની અંતિમયાત્રા નીકળી હતી જયંતીભાઈની તમામ દીકરીઓ સાસરે રહે છે અને સંતાનમાં દીકરો નહીં હોવાથી જેન્તીભાઈ અને તેમના ધર્મપત્ની જસદણ ખાતે એકલા રહીને નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા. દરમિયાન જેન્તીભાઈનું ગઈકાલે અચાનક જ અવસાન થતાં સાસરેથી તેમની દીકરીઓ ભાવનાબેન પ્રકાશભાઈ કોરડીયા (સુરેન્દ્રનગર), દક્ષાબેન પ્રવીણભાઈ સતાણી (બરવાળા), સુમિતાબેન પરેશભાઈ સરેરીયા (રાજકોટ), સોનલબેન મુકેશભાઈ સાંગડીયા (વિંછીયા) લક્ષ્મીબેન ભરતભાઈ ચૌહાણ (બોરણા લીમડી) ઇલાબેન અભિષેકભાઈ લખતરિયા (ધાંગધ્રા) એમ તમામ છ દીકરીઓએ સાસરેથી જસદણ ખાતે આવીને તેમના પિતાની કાંધ આપી હતી અને જસદણના વિવેકાનંદ મોક્ષધામ ખાતે જઈને તમામ દીકરીઓએ અંતિમવિધિ સંપન્ન કરી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News