બાવળામાં વેપારીઓને ત્યાં ચેકિંગ કરી 48 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું, 2 હજારનો દંડ
- પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા વેપારીઓ સામે પગલાં લેવાશે
દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઉપર પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે.જેથી તેનો કડક અમલ કરાવવા માટે બાવળા નગરપાલિકા દ્વારા લોકજાગૃતિ પત્રિકાઓ વહેંચીને તેમજ બજાર અને અન્ય જગ્યાઓએ વ્યક્તિગત મુલાકાત લઈને લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા તેમજ તેનાથી થતાં નુકશાનની માહિતી આપવામાં આવી હતી.
તેમ છતાં વેપારીઓ દ્વારા તેનું ગેરકાયદેસર વેચાણ કરતાં હોવાનું ધ્યાનમાં આવતાં બાવળા નગરપાલિકાનાં ચીફ ઓફીસર સિધ્ધાર્થભાઇ પટેલ અને તેમની ટીમ દ્વારા 1 જુલાઈ થી 13 જુલાઈ સુધી અલગ - અલગ જગ્યાએ તપાસ કરીને કુલ 48 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને 2000 રૂપીયાનો દંડ ફટકારવામાં આવ્યો છે . અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તેમજ વેચાણ નહીં કરવા કડક સુચના આપવામાં આવી છે.