અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદ જિલ્લામાં 30 પશુઓમાં જોવા મળ્યો લંપી વાયરસ, વેકશીન આવતાની સાથે અસરગ્રસ્ત પશુઓને આપવામાં આવશે

બોટાદ જિલ્લામાં 30 પશુઓમાં જોવા મળ્યો લંપી વાયરસ, વેકશીન આવતાની સાથે અસરગ્રસ્ત પશુઓને આપવામાં આવશે


  • જિલ્લામાં 30 પશુમાં જોવા મળ્યા લંપી વાયરસના લક્ષણો

બોટાદ જિલ્લામાં 30 પશુઓમાં જોવા મળ્યો લંપી વાયરસ, વેકશીન આવતાની સાથે અસરગ્રસ્ત પશુઓને આપવામાં આવશે


બોટાદ જિલ્લામાં લંપી વાયરસની એન્ટ્રી થતાં જિલ્લામાં 30 પશુમાં જોવા મળ્યા લંપી વાયરસના લક્ષણો. પશુપાલન અધિકારી દ્વારા નિવેદન આપી જણાવવામાં આવ્યું છે કે, જિલ્લામાં અલગ-અલગ ટિમો બનાવી કામગીરી કરાઈ રહી છે. તો જ્યારે સરકાર દ્વારા વેકશીન આપવામાં આવશે ત્યારે તેની સાથે જિલ્લામાં કસીકરણની કામગીરી શરૂ કરાઈ દેવામાં આવશે.

ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં લંપી વાયરસે કર્યો પગ પેસરો

બોટાદ જિલ્લામાં પણ પશુપાલન અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ-અલગ ટિમો બનાવી સર્વે હાથ ધરવામાં આવેલ. જેમાં સર્વે બાદ અધિકારીના જણાવ્યા મુજબ 19 જુલાઈ સુધીમાં 30 પશુઓમાં લંપી વાયરસના જોવા મળ્યા લક્ષણો. માખી મચ્છરથી આ રોગ વધુ ફેલાય છે. તકેદારીના ભાગરૂપે 1962 પશુચિકિત્સક વાન પણ કાર્યરત કરવામાં આવી છે અને પશુ પાલકોને પણ અધિકારી દ્વારા અપીલ કરાઈ છે કે જો કોઈ પશુમાં આવા લક્ષણો જોવા મળે તો જાણ કરવામાં આવે. લંપી વાયરસને લઈ સરકારમાં પણ રજૂવાત કરી વેકશીનનો જથ્થો મંગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વેકશીનનો જથ્થો મળતાં જ અસરગ્રસ્ત પશુઓને વેકશીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પશુપાલન અધિકારી એ આપ્યું નિવેદન.

વધુ નવું વધુ જૂનું