અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

લોટ, દહીં, છાસ પર GSTનો માર:પ્રજાને રોજના 15થી 20 લેખે મહિનાનો ઘરેલુ ખર્ચ 450થી 600 વધશે

 લોટ, દહીં, છાસ પર GSTનો માર:પ્રજાને રોજના 15થી 20 લેખે મહિનાનો ઘરેલુ ખર્ચ 450થી 600 વધશે


  • 4 સભ્યોનો પરિવાર દરરોજ લોટ પર રૂ.4,દહીં-છાસ પર રૂ.4 સરેરાશ વધુ ચૂકવે છે
  • સમગ્ર રાજ્યમાં દરરોજ આશરે 8 લાખ લિટર જેટલી છાસ અને 300 ટન દહીંનો ઉપયોગ થાય છે
  • કેટે ખાધપદાર્થો પર GSTને રદ કરવા બધાં રાજ્યોના સીએમને પત્ર લખ્યો



જીવનજરૂરી ચીજવસ્તુઓ પર GSTથી રસોડાનો માસિક ખર્ચ રૂ.450થી માંડી રૂ.600 સુધી વધી જશે. પેકિંગમાં મળતા લોટ સહિતના ખાદ્ય પદાર્થો પર GST લદાયો છે. એક કુટુંબમાં 3થી 5 સભ્યો હોય તો રોજનો રૂ.15થી 20 સુધી ખર્ચ વધી જશે. હાલ લોટની સરેરાશ કિંમત કિલોએ રૂ.35થી 40થી ઓછી નથી.


4 સભ્યોનો પરિવાર રોજ દોઢથી બે કિલો લોટનો વપરાશ કરે તો રૂ.4 વધુ ચૂકવવા પડશે. જ્યારે પરિવાર રોજ સરેરાશ એક કિલો દહીં કે છાશનો વપરાશ કરે તો બીજા રૂ.4 ટેક્સ લાગશે. જ્યારે અનાજ-કઠોળ અને પનીર પર 18 ટકા GSTના હિસાબે પરિવારનો રોજિંદો ખર્ચ રૂ.7થી 8 વધી જશે. ગુજરાતમાં દરરોજ આશરે 8 લાખ લિટર છાસ અને 300 ટન દહીંનું વેચાણ થાય છે.


ગોળ-મધ પર GST, લોકો માટે જીવવું દુષ્કર બનશે’

કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનના ગુજરાત પ્રમુખ કહે છે કે, ગોળ, મધ, સ્ટેશનરી પર GST નખાતા લોકો માટે જીવવુ દુષ્કર થાય તેવી સ્થિતિ સરકાર દ્વારા કરવામાં આવી છે. કૈટ દ્વારા તમામ રાજ્યોના સીએમને પત્ર લખીને આ પરિપત્ર પરત લેવા માંગ કરાઇ છે.


સ્ટેશનરી પર GSTથી શિક્ષણ વધુ મોંઘુ થશે

બુકસ્ટોર ચલાવતા સંજય પટેલ કહે છે કે, ‘સ્ટેશનરી સહિતની વસ્તુઓ પર 18 ટકા GSTથી 35થી 40 ટકા કોસ્ટમાં વધારો થશે. હવે એજ્યુકેશન પણ મોંધુ થશે. બાળકો એજ્યુકેશન મેળવે તે અગત્યનું છે. ત્યારે સ્ટેશનરી પર જીએસટી નાંખવામાં આવતા હવે એજ્યુકેશનનું ભારણ વધશે.’


વિવિધ લોટના કિલોદિઠ ભાવ

લોટહાલ ભાવ
ઘઉં28થી 36
મેંદો28થી 36
બેસન55થી 85
બાજરી32થી 35
મકાઈ40થી 45
જુવાર35થી 50
જવ55થી 60
રવો30થી 45
(એક કિલો-રૂપિયા)
વધુ નવું વધુ જૂનું