અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

લમ્પી વાયરસ ની દવા : લમ્પી વાયરસના શું છે લક્ષણો કેવા છે અને તેની દવા, પશુઓમાં ફેલાતા આ વાયરસ અંગે જાણો સંપૂર્ણ વિગત

 લમ્પી વાયરસ  ની દવા :લમ્પી વાયરસના શું છે લક્ષણો કેવા છે અને તેની દવા, પશુઓમાં ફેલાતા આ વાયરસ અંગે જાણો સંપૂર્ણ વિગત

ગાયો (Cows) માં ફેલાઈ રહેલ લમ્પી રોગ (Lumpy disease) પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં શહેરી વિસ્તારમાં 5008 તથા જામનગર (Jamnagar), ધ્રોલ, કાલાવડ તથા જોડિયા તાલુકામાં 6288થી વધુ પશુઓને રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે અને હજું પણ આ કામગીરી ચાલી રહી છે. તો જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે જણાવ્યું છે કે જિલ્લામાં જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબુમાં નહીં આવે ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે. લમ્પી રોગ પર નિયંત્રણ માટે જિલ્લા તથા તાલુકાકક્ષાએ નોડલ અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે.

લમ્પી વાયરસના શું છે લક્ષણો કેવા છે અને તેની દવા, પશુઓમાં ફેલાતા આ વાયરસ અંગે જાણો સંપૂર્ણ વિગત


પશુમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 હેલ્પલાઈન અથવા મુખ્ય પશુ દવાખાનાનો તાત્કાલિક સંપર્ક કરવા તંત્ર દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

પશુમાં જોવા મળતો લમ્પી વાયરસ રાજકોટમાં પણ જોવા મળ્યો છે.રાજકોટ શહેરમાં 5 જેટલા પશુમાં લમ્પી વાયસર જોવા મળ્યો છે. લમ્પી વાયરસ જોવા મળતા પશુ વિભાગ દોડતું થયું છે.રાજકોટ શહેરમાં પશુઓને આજથી વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ટૂંક સમયમાં રાજકોટ શહેરમાં અંદાજે 20 હજાર પશુઓને વેકેશન આપવામાં આવશે.જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા આજથી વેકસીનેશન કામ શરૂ કરવામાં આવ્યું છે.લમ્પી વાઇરસ સામે રક્ષણ મેળવવવા માટે વેકસીનેશન જરૂરી છે. શહેરના કેવડાવાડી અને રૈયાધારમાં વાઇરસ જોવા મળ્યો છે.રાજકોટ ગ્રામ્ય બાદ શહેરમાં પણ લમ્પી વાઇરસના લક્ષણ જોવા મળે છે.લમ્પી વાઈરસને લઈને માલધારીઓ જાગૃત થયા છે. લમ્પીવાયરસ અટકે તે માટે માખી અને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવો જોઈએ.


લમ્પીથી બચવા હેલ્પલાઇન શરૂ 

હાલ સ્થિતિ એવી છે કે, હાલ રાજકોટ 26 ગામડામાંથી 172 ગાયોમાં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં અનેક દુધાળા પશુઓ લમ્પી વાયરસની ઝપટે ચઢ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધીમાં 25,900 પશુઓમાં વેક્સીનેશન થયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા લમ્પી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જોકે, જિલ્લા પંચાયત સહિતના વિભાગોએ વેક્સિનેશન વધારવાની જરૂરિયાત છે. 


રોગના લક્ષણ

  • રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે.
  •  જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.
  • મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
  • રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબજ ઓછો 1 થી 2 ટકા છે.


લક્ષણો દેખાય તો સૌથી પહેલા કરો આ કામ

  • જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નંબર 1962 પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુંઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે. 
  • પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ
  • તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી
  • રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું
  • પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી
  • પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય


શું છે આ લમ્પી રોગ ?

લમ્પી વાયરસ અંગે પશુ ચિકિત્સકોએ જણાવ્યું કે આ રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો 1 થી 2 ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.


મનુષ્યમાં નથી ફેલાતો આ રોગ

આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે.


વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો