અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ગુરુવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શનિવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

ગુરુવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શનિવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દાઉદી વ્હોરા સમાજ આગામી તા.૨૯ જુલાઈને ગુરુવારના રોજ સાંજે પોતપોતાના ગામોની મસ્જિદોમાં નમાઝ અદા કરી નવા વર્ષની ઉજવણી કરશે. આ અંગે રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, વાંકાનેર, જામનગર, બોટાદ, મોરબી, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ, જસદણ સહિતના જિલ્લા તાલુકા મથકોના સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરોમાં રૂહાની થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
ઈસ્લામી મીસરી કેલેન્ડર મુજબ તા.૩૦ જુલાઈના રોજ હિજરી સન ૧૪૪૪ની શરૂઆત થતી હોય આ દિવસો દરમિયાન શોકનો માસ મોર્હરમ શરૂ થતો હોવાથી ગુરુવારે સાંજે દેશ અને દુુનિયાભરના વ્હોરા બિરાદરો સાંજે પોતપોતાના ઘરોમાં મસ્જિદોમાં ખાસ વ્હોરા ડીઝાઈન વાળા વસ્ત્રોમાં મગરીબ-ઈશાની નમાઝ અદા કર્યા બાદ અલ્લાહ સમક્ષ દેશ-દુનિયામાં શાંતિ અને ભાઈચારાની ભાવના પ્રબળ બને અને જૂદી જૂદી મહામારીઓ નાબુદ થાય. બિમારોને જલ્દી શીફા મળે અને પોતાના માનવતાવાદી પરોપકારી ધર્મગુરૂ ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્લ ‘સૈફુદીન’ સાહેબ (ત.ઉ.શ.)ના સ્વાસ્થ્ય અને દીર્ધાયુ અંગે દુઆ પ્રાર્થના કર્યા બાદ રૂબરૂ ફોન સહિતના અનેક માધ્યમો દ્વારા નવા વર્ષની ખાસ મુબારકબાદી પાઠવી, રાત્રીના મધમધતી મીઠાઈઓ, ચટાકેદાર
વ્યંજનો, ફ્રુટ ડ્રાયફ્રુટ્સ, આઈસ્ક્રીમો, ફાલુદા અને નારીયેળ જેવા અનેક ખાદ્ય પદાર્થોનો થાળ ભરી સજાવી રાત્રીના સામુહિક ભોજન પરિવાર સાથે કરશે.
ગુરુવારે સાંજે નવા વર્ષની ઉજવણી બાદ શનિવારથી વ્હોરા સમાજના મસ્જિદોમાં કરબલાની વાએઝ અને મજલિશમાં શામેલ થઈ નવ દિવસ સુધી વ્હોરા બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ પાળી શોક મનાવશે. નોંધનિય છે કે કોરોના વાયરસના કારણે મહામારીને લઈ ડો. સૈયદના સાહેબ દ્વારા બે વર્ષની એકત્ર થવાથી પ્રતિબંધ હતો પણ આ વર્ષે અનેરૂ આયોજન થયું છે. જેમાં ગામે ગામ વ્હોરા સમાજને એક ટંકનું ભોજન પ્રસાદ રૂપે અને વાએઝનું જબરું આયોજન મસ્જિદો હોલમાં ગોઠવાયું હોવાનું જાણવા મળેલ છે. ખાસ કરીને રાજકોટ, ભાવનગર કોડિનાર જેવાં અનેક શહેરોમાં અનેરા આયોજન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે દરમિયાન રાજકોટ દાઉદી વ્હોરા મહીલા સેવા સમાજ ગ્રુપના દુરૈયાબેન મુસાણીએ જણાવ્યું હતું કે પાક મોહરમ મહિનાને જુજ દીવસ બાકી રહ્યાં છે ત્યારે આકા મૌલાએ શોકના દિવસોમાં દેશ અને દુનિયાના વ્હોરા સમુદાયમાં જે ગોઠવણી કરી છે તે કાબિલેદાદ છે તાજદાર ડો. સૈયદના સાહેબે જે ગામેગામ ન્યાઝ, વાએઝ અને સબીલની જે વ્યવસ્થા ગોઠવી છે એનો જોટો ન જડે અલ્લાહ માનવતાવાદી ડો. સૈયદના સાહેબને ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીર્ઘાયુ આપે અને માનવોની સેવા કરતાં રહે સાથોસાથ તેમનાં આ કાર્યમાં સહકાર આપનારા દરેક ખિદમતગુજારો માટે પણ દુઆ કરી હતી. મોહરમ માસના આ નવ દિવસ વ્હોરા સમાજ માસને લઈ હુશેની રંગમાં રંગાઈ જવા વ્હોરા બિરાદરોમાં અનેરો થનગનાટ પર્વતી રહ્યો છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું