વીંછિયામાં મુસ્લિમ વૃદ્ધનું મકાન પચાવી બોગસ દસ્તાવેજ કરનારા સામે ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ
- વિંછીયામાં મુસ્લિમ વૃધ્ધનું મકાન પચાવી પાડી બોગસ બક્ષીસ દસ્તાવેજ કરી વેચી નાખનાર ફઇના બે પુત્રો સહીત ત્રણ સામે લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા તળે પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ વિંછીયા ગામના અને હાલ બોટાદ ખોજાવાડી નવરાળાની બાજુમાં રહેતા મહમદભાઇ હાજીભાઇ મલ્યાણીએ જીકર દાદનભાઇ સરવૈયા રે. વિંછીયા જીનના ઢોરે, શરૂન નુરાભાઇ વડીયા રે. મુળ કડુકા હાલ બોટાદ પઠાણવાડી તથા કરશન રૂપાભાઇ આલ રે. જીનના ઢોરે વિંછીયા સામે વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને ૧૦૦ વાર જમીનના પ્લોટ આપવાની યોજના હેઠળ ૧૯૮૧ ના વર્ષમાં વિંછીયાના રેવન્યુ સર્વે નં. ૬પ/૧ માં પ્લોટ નં. ૯૩ ફાળવવામાં આવતા ફરીયાદી ત્યાં મકાન બનાવી રહેતા હતા બાદમાં ૧૯૮પ-૮૬ માં ફરીયાદી તથા તેના પુત્રો બોટાદ ખાતે રહેવા જતા આરોપી જીકર કે ફરીયાદીના ફઇનો પુત્ર હોય તેને વગર ભાડે રહેવા આપ્યું હતું. બે વર્ષ બાદ જીકરે આ મકાન ફરીયાદીને જાણ કર્યા વગર હારૂન કે જે ફરીયાદીના ફઇનો દિકરો થાય છે તેને રહેવા માટે આપી દીધુ હતું. બન્ને એ ફરીયાદીને તમે કહો ત્યારે મકાન ખાલી કરી દઇશ તેવી ખાત્રી આપી હતી.
ત્યારબાદ ર૦ર૧ ના વર્ષમાં આરોપી હારૂને ફરીયાદીની જાણ બહાર આ મકાન આરોપી કરશન આલને રહેવા માટે સોંપી દઇ ત્રણેય આરોપીઓએ મીલાપીપણુ કરી ફરીયાદીનું મકાન પચાવી પાડવા ફરીયાદીના નામનો બોગસ બક્ષીસ દસ્તાવેજ આરોપી જીકરના નામે ઉભો કરી બાદમાં આ મકાન એક-બીજાને ઉતરોતર આપ્યાના લખાણ કરી ફરીયાદી સાથે વિશ્વાસભાત કરી ૮ લાખની કિંમતનું મકાન પચાવી પાડયું હતું. ફરીયાદી અને તેના પુત્રોએ મકાનનો કબ્જો પાછો સોંપવાનું કહેતા ઉકત ત્રણેયને પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગે ફરીયાદીએ લેન્ડગ્રેબીંગના નવા કાયદા તળે ફરીયાદ કરતા જીલ્લા કલેટરે પોલીસને ગુન્હો દાખલ કરવા સુચના આપતા વિંછીયા પોલીસે વૃધ્ધ મહમદભાઇની ફરીયાદ ઉપરથી ઉકત ત્રણેય સામે ગુન્હો દાખલ કર્યો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News