જસદણ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર જાદુગર નીકળ્યાં: ઍક બિનખેતીના લે આઉટ પ્લાન બે જુદાં જુદાં મંજુર કર્યા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૩
જસદણ નગરપાલિકાના પૂર્વ ચિફ ઓફિસર અને એના આ કામમાં રોકાયેલા મળતિયાઓએ મળી એક બિનખેતીના લે આઉટ પ્લાન ફ્કત છ મહિનામાં પ્રથમ રસ્તો ખુલ્લો અને આજ બિનખેતીનો બીજો લે આઉટ પ્લાન કોમન પ્લોટ ખુલ્લો મુકી રસ્તો બંધ કરી દેવાનો મંજૂર કરવામાં આવતાં આ બાબતે લાખો રૂપિયાની ગેરરીતિની ચર્ચા અને ચકચાર ઉઠવા પામી છે. જસદણ શહેરમાં એક પણ વિસ્તાર એવો નથી કે જયાં ગેરકાયદેસર બાંધકામો ન થયાં હોય ગેરકાયદે બાંધકામો વર્ષોથી વહીવટ દ્વારા કરવામાં આવતા હોવાથી દરેક રોડ રસ્તા સાંકડા બની ગયાં છે વાહનચાલકો અને દરરોજ રાહદારીઓને ચાલતાં માથે મોત ગમે ત્યારે ટપકી પડે એવી દહેશત હોવાં છતાં જેનાં શિરે જિલ્લાની જવાબદારી છે
એવાં ઉંચ અઘિકારીઓ જસદણ નગરપાલિકાના આમાં સંડોવાયેલા અઘિકારીઓ અને મળતિયાઓનો વાળ પણ વાંકો કરી શક્યા નથી તે બાબત ખોબલે ખોબલે મત આપનારા નાગરિકોની કમનશીબી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગિરધરભાઈ શામજીભાઈ ભુવાએ પોતાની ખેતીની જમીનને બિનખેતીમાં મૂકી તો એક લે આઉટ પ્લાન જસદણ નગરપાલિકા કચેરી દ્વારા જ ચિત્તલિયા કુવારોડ પર રસ્તો ખુલ્લાની મંજૂરી આપી હતી પણ છ માસ પછી આજ રસ્તો બંધ કરવાનો લે આઉટ પ્લાન મંજુર કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે બિનખેતીના માલિકે રાજકોટ થી માંડીને છે ક ગાંધીનગર સુધી વિસ્તુત લેખિત રજુઆત કરી છે ત્યારે જસદણમાં આવી ગંભીર બાબતના કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? કે પછી રાબેતા મુજબ આવી ગેરરીતિઓ ચાલું રેહશે? આ અંગે મોઢા એટલી વાતો ચર્ચાય રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News