WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિશ્વ હિન્દુ પરિષદ : જસદણ પ્રખંડ પ્રેસ નોટ : ધર્મ સભા નું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ : જસદણ પ્રખંડ 
પ્રેસ નોટ : ધર્મ સભા નું આયોજન 

વિશ્વ હિન્દુ પરિષદ જસદણ દ્વારા બ્રહ્મસમાજની વાડીમાં દીનાંક ૨૦/૦૭/૨૨ ના બુધવારે એક ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુના પીપળીયાના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી ઘનશ્યામદાસ બાપુએ
સંબોધન કરતા તમામ હિન્દૂ સમાજને શાસ્ત્રો સાથે શસ્ત્રો નો અભ્યાસ કરવાનું અને બજરંગ દળના યુવાનોને હનુમાનજીના ગુણો જીવનમાં અપનાવી હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે તૈયાર રહેવાનું આહવાન કર્યું હતું ,
ઘેલા સોમનાથના મહંત શ્રી વિક્રમગીરી બાપુએ ધર્મ સભાને આશીર્વચન આપતા વર્તમાન સમયમાં આપણા હિન્દૂ રાષ્ટ્ને જેહાદીઓ થી બચાવવા નાતજાત અને પંથ સંપ્રદાયના ભેદભાવ ભૂલી એક થવાની જરૂર જણાવી .
રોકડીયા હનુમાન લીલપુરના મહંતશ્રી રામચરણદાસ બાપુએ આશીર્વચન પાઠવતા સત્સંગ કેન્દ્ર શરૂ કરી હિન્દૂ રાષ્ટ્ નું નિર્માણ કરવા આહવાન કર્યું હતું . ધર્મસભાના મુખ્ય વક્તા વિહિપના જિલ્લા ઉપાધ્યક્ષ કનુભાઈ લાલુએ હિંદુઓ ની ઘટતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હિન્દુઓની વસ્તી વધારવા અને યુવાનો તથા બાળકોને ધર્મના સંસ્કારો જીવનમાં ઉતારવા તથા રાષ્ટ્ વિરોધીઓ નો સંપૂર્ણ આર્થિક બહિષ્કાર કરવા જણાવ્યું હતું.

આ સભામાં વિહિપના વિભાગ મંત્રી પ્રકાશભાઈ પનારા, જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની , જિલ્લાના બજરંગ દળ સંયોજક હિરેનભાઈ ડાભી , જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જસદણ શહેર તથા સામાજિક આગેવાનો અને શહેર તથા તાલુકા માંથી વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા .
સભાને અંતે આભાર વિધિ જસદણ વિહિપના સંયોજક ભારતભાઈ જાનીએ કરી હતી .

આ સભામાં નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી .

વિશ્વ હિન્દુ પરિષદ જસદણ તાલુકા પ્રમુખ શ્રી લાલભાઈ ભરવાડ આટકોટ
     ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડ
 જસદણ
   ઉપપ્રમુખ શ્રી વનરાજભાઈ રાયઝાદા
મંત્રી શ્રી ગંભીરદાદા મહેતા આટકોટ 

વિશ્વ હિન્દુ પરિષદ જસદણ શહેર
       પ્રમુખ શ્રી પરેશભાઈ વાળા
       ઉપપ્રમુખ શ્રી નટુભાઈ સોલંકી
મંત્રી શ્રી પ્રવીણભાઈ સાવલિયા
બજરંગદળ જસદણ શહેર 
પ્રમુખ શ્રી નારણભાઇ મેવાડા
ઉપ્રમુખ શ્રી આશીષભાઈ કાલોતરા
મંત્રી શ્રી રવિભાઈ સોલંકી
સહ મંત્રી શ્રી લાલભાઈ ગોંડલીયા.


બજરંગ દળ જસદણ તાલુકા 
      પ્રમુખ શ્રી હિરેનભાઈ રામાણી આટકોટ
 ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઇ ઝાપડા આટકોટ
  મંત્રી શ્રી રામભાઈ મોરી જસદણ
સહ મંત્રી શ્રી જેઠાભાઇ ભરવાડ

બજરંગ દળ આટકોટ શહેર 
   પ્રમુખ શ્રી અંકિતભાઈ પરવાડિયા
    ઉપપ્રમુખ શ્રી રોહિતભાઈ ભરવાડ
મંત્રી શ્રી યોગેશભાઈ વાઘેલા 
   
વિશ્વ હિન્દુ પરિષદ આટકોટ શહેર
     મંત્રી શ્રી પંકજભાઈ ડોડીયા

        ભારત જાની 
     પ્રખંડ સંયોજક 
વિશ્વ હિન્દુ પરિષદ જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો