ચોટીલાના ચોબારી પાસે કારની ટક્કરથી બાઇકસવારનું મૃત્યુ
ચોટીલા જસદણ રોડ ઉપર ચોબારી ગામ નજીક એક બાઇક સવારને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી.આ બનાવમાં બાઇક ચાલકનું મૃત્યુ નિપજ્યુ હતુ.જ્યારે કારચાલક ફરાર થઇ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પીપળીયા ઢોરા ગામે રહેતા મંગાભાઇ અમરાભાઇ સોલંકી ચોટીલા જસદણ રોડ ઉપર ચોબારી ગામ નજીક આવેલ તેમની વાડીએથી બાઇક લઇને ગામમાં જવા નીકળ્યા હતા. તેઓ રસ્તો ક્રોસ કરી રહેલ તે સમયે પુરપાટ ઝડપે અજાણી કાર ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.આથી તેમને ચોટીલા હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટરે તપાસ બાદ મૃત જાહેર કરતા પરીવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.આ અકસ્માતની જાણ થતા ચોબારી નાં ગ્રામજનો અને સામાજીક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.
Tags:
News