ઐતિહાસિક ધરોહળનો વારસો જાળવવામાં નગરપાલિકાની ઉદાસીનતા સામે નાગરિકોનો રોષ
- દિનપ્રતિદિન ઐતિહાસિક ગઢમાં તોડફોડ કરી ગેરકાયદે મકાન-દુકાનો બનાવી બારણા મૂકે છે
વિરમગામ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારના મુખ્ય માર્ગ રૈયાપુર થી ભરવાડી દરવાજા વચ્ચે આવેલ વર્ષો જૂની ઐતિહાસિક કોટની સંરક્ષણ દીવાલો હાલના નષ્ટ થવાના આરે છે. આ કોટની દીવાલો ખૂબ જર્જરિત થઈ જવા પામેલ છે. હાલમાં ચોમાસામાં જાન હાનિ ટાળવા સારું આ માર્ગ ઉપર પોલીસ દ્વારા બેરીકેટ મુકવામાં આવેલ છે.
આ કોટની દીવાલો નીચેથી ધોવાઈ ગઈ છે. જેથી સત્વરે આ દિવાલોનું સમારકામ કરવું જરૂરી બની ગયું છે. આ હકીકત અંગે વિરમગામના સામાજિક અગ્રણી અને દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા અગ્ર સચિવ, શહેરી વિકાસ વિભાગ, ગાંધીનગર તેમજ પ્રદેશિક નિયામક, નગરપાલિકાઓ, અમદાવાદ. નાયબ કેલકટર. વિરમગામ પ્રમુખ અને ચીફ ઓફિસર નગરપાલિકા વિરમગામને લેખિત રજુઆત કરીને ઐતિહાસિક કોટની દીવાલોનું સમાર કામ કરવાની માંગ કરવામાં આવી છે.
આ રજૂઆતનીમાં વિરમગામ નગરપાલિકા દ્વારા સત્વરે આ ઐતિહાસિક ધરોહર નો વારસો કાયમિક ટકાવી અને જાળવી રાખવા માટે કોટની જર્જરિત દિવાલોનું સમારકામ કરવાની જન હીતની સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકા સત્વરે કામ હાથ ઉપર લઈને રીપેરીંગ તેમજ આ દિવાલોનું રીનોવેશ કરે તે માટે નાણાંકીય જોગવાઈ કરવાની કામગીરી કરવાની માંગણી કરવામાં આવી છે.
અને જ્યાં સુધી આ કામ ન થાય ત્યાં સુધી આ જાહેર માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ની કાયમિક સુરક્ષા માટે આખા રસ્તામાં બેરીકેટ મુકવામાં આવે તેવી માંગણીની જાહેર હિતની રજૂઆત કિરીટ રાઠોડ દ્વારા કરવામાં આવી છે. ગોલવાડી દરવાજા થી બોખલા દરવાજા વચ્ચે આવેલ રોકડીયા હનુમાનની સામે ઐતિહાસિક ગઢની દિવાલ એક વર્ષથી ધરાસય થયેલ છે. દિનપ્રતિદિન ઐતિહાસિક ગઢમાં તોડફોડ કરી ગેરકાયદે મકાન-દુકાનો બનાવી બારણા મૂકવામાં આવી રહેલ છે છતાં નગરપાલિકાનું તંત્ર ચૂપ છે.