અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયા તેમજ જસદણ ના વિસ્તાર માં આગામી ૪ દિવસમાં અતિભારે વરસાદ ની આગાહી

વિંછીયા તેમજ જસદણ ના વિસ્તાર માં આગામી ૪ દિવસમાં અતિભારે વરસાદ ની આગાહી 

હવામાન વિભાગ ની આગાહી મુજબ સૌરાષ્ટ્ર માં આગામી ૪/૫ દિવસમાં ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા હોવાથી 


  • જસદણ વિંછીયા ના લોકો ને નમ્ર વિનંતી કે તેઓ પોતાના પરિવાર સાથે બહાર જવાનું ટાળે તેમજ સુરક્ષિત રહે .

કુંવરજીભાઇ બાવળિયા દ્વારા અમુક સંપર્ક નંબર આપવામાં આવ્યા છે હેમા કોઈ પણ મુશ્કેલી સર્જાય તો સંપર્ક કરી શકો છો 

વિંછીયા : 
અજય ભાઈ : 9904994016

અમરાપુર :
અરવિંદ ભાઈ : 9662552712

જસદણ :
હાર્દિક ભાઈ : 6352818890



ગુજરાતમાં (Gujarat) જળનું વિસ્ફોટ થતા અનેક જિલ્લાઓ પાણી પાણી થઇ ગયા. સૌથી પહેલા મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને બાનમાં લીધું હતુ. ડાંગ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાનો તોફાની મિજાજ જોવા મળ્યો. એક મહિનાનો વરસાદ (Rain) એક દિવસમાં જ ખાબકી ગયો. 24 ઇંચથી વધુ વરસાદ થતા ચો તરફ પાણીએ હડકંપ મચાવ્યો. દક્ષિણ ગુજરાતની (South Gujarat) લગભગ તમામ નદીઓએ રૌફ સ્વરૂપ ધારણ કરી લીધું. તો છેલ્લા 10 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં મેઘમહેર થઇ છે. ભારે વરસાદને પગલે અનેક સ્થળે પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે.

15 તાલુકાઓમાં 4 ઇંચથી 18 ઇંચ વરસાદ

રાજ્યમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો છેલ્લા 10 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં મેઘમહેર થઇ છે. રાજ્યના 15 તાલુકાઓમાં 4 ઇંચથી 18 ઇંચ વરસાદ થયો છે. 4 તાલુકાઓમાં 10 ઇંચથી 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે. 10 કલાકમાં સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો નર્મદા જિલ્લાના તિલકવાડા અને નાંદોદમાં 10થી 11 ઇંચ વરસાદ થયો છે.

આગામી પાંચ દિવસ રહેશે અતિભારે

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. રાજ્યમાં 15 જુલાઈ પછી વરસાદથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા તાકીદ કરી છે. તો વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.

વધુ નવું વધુ જૂનું