અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ ડોકટરના જીવનસાથીના જન્મદિને અનેક ગરીબોની આતરડી ઠરી

જસદણ ડોકટરના જીવનસાથીના જન્મદિને અનેક ગરીબોની આતરડી ઠરી
જસદણમાં કોરોનાની બીજી લહેરમાં દેવદૂતની ભુમિકા ભજવી હજજારો દર્દીઓને વગર પૈસે મોતના મુખમાંથી પાછા લાવનારા રાજકોટ જીલ્લાના વિખ્યાત ડો. પંકજભાઈ કોટડિયાના પત્ની ડોલીબહેનનો જન્મદિન હોય આ દિવસે આ દંપતિએ પોતાની ખુશીમાં શહેરના ગરીબો અને દર્દીઓને પણ શામેલ કરી જન્મદિનની અનોખી ઉજવણીની નાગરિકોમાં એક સારી નોંધ લેવામાં આવી હતી જસદણ વીંછિયા બાબરા પંથકમાં એક સજજન તરીકેની જબરજસ્ત નામના પ્રાપ્ત કરનારા ડો. પંકજભાઈ કોટડિયાએ પોતાનાં પત્નીના જન્મદિન અનુસંધાને દર્દીઓ માટે દર્દીઓ માટે સેવાકાર્યો કરતી સંસ્થાને રોકડ રકમ આ ઉપરાંત જે ટંકેટક નું કમાઈ ખાનારા જે વર્ગ છે એમને રાશનની કીટ આપી પોતાની ખુશીમાં સમાજના છેવાડના લોકોને મદદરુપ બન્યાં એમના આ સદ્દકાર્યની ભારે સરાહના થઈ હતી અત્રે નોંધનીય છે કે માનવતાવાદી ડો. પંકજભાઈ લાંબા સમયથી અનેક સેવા કાર્યો કરી રહ્યા છે જેની અઢારેય સમાજમાં ભારે સરાહના થઈ રહી છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું