જસદણ ડાયમંડ માર્કેટના પ્રમુખ ભીખાભાઈ રોકડને આજે ૬૦મું વર્ષ બેઠું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.14/07/2022
જસદણ સરદાર પટેલ ડાયમંડ માર્કેટના વર્તમાન પ્રમુખ શ્રી પટેલ ભીખાભાઈ નાથાભાઈ રોકડ આજે પોતાની જીવનયાત્રાના ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦માં વર્ષમાં પ્રવેશ કરતાં તેમને વિવિધ માધ્યમો પર સવારથી મુશળધાર શુભેચ્છા વરસી રહી છે.
ભીખાભાઈ એ ભૂતકાળમાં જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અને રાજકોટ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તરીકે બેનમૂન સેવાઓ આંપી હતી.
જેમાં તેઓ છેવાડાના લોકોના કામો કરી અનેક લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું મળતાવડો સ્વભાવ અને પરોપકારી ભાવના ધરાવતાં ભીખાભાઈ રોકડના સ્વાસ્થ્ય અને અને દીર્ઘાયુ માટે જસદણ અને વીંછિયા પંથકની સામાજિક, સેવાકિય,વૈદકિય, શૈક્ષણીક, ઓદ્યોગિક, વેપારી, સહિત અનેક સંસ્થાઓના આગેવાનો,
પ્રતિનિધિઓ, હોદ્દેદારો, અને કાર્યકરો ફોન રણકાવી રહ્યાં છે.
ભીખાભાઈ મો.9824451310
રીપોર્ટ: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352