અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદમાં વિદ્યાર્થીને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર, પાળિયાદ રોડ પર સ્કૂલેથી ટ્યૂશન જતાં

 બોટાદમાં વિદ્યાર્થીને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર, પાળિયાદ રોડ પર સ્કૂલેથી ટ્યૂશન જતાં

બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર આવેલા ચામુંડા હોટલ પાસે જ્ઞાનમંદિર સ્કૂલનો વિદ્યાર્થી બાઇક લઈ ટ્યુશન ક્લાસે જતો હતો તે દરમિયાન વિદ્યાર્થીને ફોરવીલ કાર ચાલકે અડફેટ લેતા નાની મોટી ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના પાળીયાદ પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ જીવણભાઈ પરમાર જાતે સતવારા ધંધો વ્યાપાર રહે ધંધુકાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો ભત્રીજો દેવાંગ અશોકભાઈ પરમાર ઉ.વ.17 તા.8/7/22ના રોજ સાંજે 5.45 કલાકે સ્કૂલેથી ટ્યુશનમાં જતો હોય તે દરમિયાન પાળીયાદ રોડ ઉપર આવેલ ચામુંડા હોટલ પાસે કાર નં- GJ.33.F4940 ના ચાલકે બે ફીકરાઈ પૂર્વક ચલાવી ફરિયાદીના ભત્રીજાની બાઇકને અડફેટે લેતા ફંગોળાઈ જતા દેવાંગને જમણા પગે સાથળના ભાગે ફેક્ચર તેમજ ઢીંચણના ભાગે તથા નળાના ભાગે ચામડી ફાટી ગઇ હતી.

તેમજ જમણા હાથના કાંડામાં ફેક્ચર તેમજ નાની મોટી ઇજાઓ થતા તાત્કાલિક બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતા. જ્યાં ઉપરોક્ત કારચાલક વિરુધ્ધ કાર ભટકાડી નાસી જવા બાબતની ફરિયાદ પાળીયાદ પોલીસ મથકમાં નોંધવતા પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે. બોટાદમાં કારચાલકો બેફામ બનીને વાહનો ચલાવતા હોવાથી અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇ બાઇકચાલકોમાં ફફડાટ છે.

વધુ નવું વધુ જૂનું