અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રવિવારે દાઉદી વ્હોરા સમાજની ખુશીની ઇદે ગદીરે ખુમ: મહિલા આગેવાનોએ શુભેચ્છા પાઠવી

રવિવારે દાઉદી વ્હોરા સમાજની ખુશીની ઇદે ગદીરે ખુમ: મહિલા આગેવાનોએ શુભેચ્છા પાઠવી
કાલે રવિવારે દાઉદી વ્હોરા સમાજની ખુશીની ઇદે ગદીરે ખુમની ઠેર ઠેર ઊજવણી થશે આ તકે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના મહીલા સામાજિક આગેવાન દુરૈયાબેન મુલ્લા શિરાઝભાઈ મુસાણી એ સર્વે વ્હોરા બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મના મહાન માનવતાવાદી પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.વ.અ.) એ વર્ષો પહેલા હજ પૂર્ણ કરી પોતાના જમાઈ સખીદાતા હઝરત અલી (અ.સ.) ને પોતાનાં અનુગામી (વશી) જાહેર કર્યા એમની યાદમાં આ ઈદ ઉજવાય રહી છે ત્યારે રાજકોટ સહિત તમામ વ્હોરા બિરાદરોને શુભકામના પાઠવી હતી અંતમાં દુરૈયાબેનએ દેશની પ્રગતિ અને ભાઈચારો પ્રબળ બને એવી દુઆ ગુજારી હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું