મોરબીના ઘરેણાં સમાન વાવની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ: વ્હોરા સમાજે આવેદન પાઠવ્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૬
સૌરાષ્ટ્રના ગૌરવવંતા ઇતિહાસને સાચવતા રક્ષિત સ્મારકોની જેમનાં શિરે જવાબદારી છે તે પુરાતત્વ વિભાગની લાપરવાહીના કારણોસર મોરબીની વાવ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આ અંગે ધર્મભીરુ તરીકે ગણાતા દાઉદી વ્હોરા સમાજના વિવિધ આગેવાનો અને બાળકોએ મોરબી કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર આપી વાવની જાળવણી કરવા ઉગ્ર માંગ કરી હતી
મોરબીમાં વિશ્વભરના લાખો દાઉદી વ્હોરા સમાજનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર મહાન ઓલિયા રાજા સાહેબની દરગાહ આવેલ છે
જેની જાળવણી પુરાતત્વ વિભાગના શિરે છે આ ભવ્ય વારસો ધરાવતી આ વાવ મોરબીથી અંદાજે ૧૨ કિલોમીટર દુર આવેલ નીચી માંડળ હળવદના ગાડાં માર્ગ પર આવેલ છે જે પુરાતત્વ વિભાગમાં આવે છે પણ આ વાવના વિકાસની વાતો તો દૂર રહી પણ જાળવણી કરવામાં પણ તંત્ર નિષ્ફળ રહેતાં મોરબી દાઉદી વ્હોરા સમાજમાં રોષ ભભૂકી ઉઠતાં આખરે મોરબી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી આ રક્ષિત વાવનો વિકાસ અને જાળવણી થાય એવી માંગણી મોરબી દાઉદી વ્હોરા સમાજે ઉઠાવી હતી. અત્રે નોંધનીય છે કે આ અંગે પાછલાં વર્ષોમાં મોરબીના વ્હોરા બિરાદરોએ અનેકવાર લેખિત રજુઆત કરી છે પણ ત્તંત્રના બહેરા કાને રજૂઆત અથડાઈ પાછી ફરી છે ત્યારે આ વાવ અંગે તંત્ર ખાસ રસ દાખવી વાવની દુર્દશા થતી અટકાવે તે આજના સમયની માંગ છે
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News