અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સમગ્ર દાઉદી વ્હોરા સમાજ એ આજે ઈદ ઉલ અદહાની ઉજવણી કરી:ત્યાગની ભાવના બળવત્તર બનાવી

સમગ્ર દાઉદી વ્હોરા સમાજ એ આજે ઈદ ઉલ અદહાની ઉજવણી કરી:ત્યાગની ભાવના બળવત્તર બનાવી
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજ એ ત્યાગની ભાવના મજબુત બનાવતી ઈદ ઉલ અદહાની ઉજવણી જીજાનથી કરી હતી આજે શનિવારે સૌરાષ્ટ્રભરના ગામેગામની વ્હોરા મસ્જિદોમાં બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી ત્યારબાદ પોતાનો દેશ પ્રગતિ કરે અને ભાઈચારો બની રહે અને પોતાનાં ત્રેપનમાં દાઈ નામદાર ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત. ઉ. શ.) ના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અંગે અલ્લાહ સમક્ષ આજીજીભરી દુઆ ગુજારી હતી દરમિયાન રાજકોટ દાઉદી વ્હોરા મહિલા સેવા સમાજ ગ્રુપના અગ્રણી દુરૈયાબેન મુલ્લા શિરાઝભાઈ મુસાણી એ દરેકને ઈદ મુબારક પાઠવી જણાવ્યું હતું કે જો આપવાની ભાવના વધુ મજબુત હશે તે જ સાચો માનવ ધર્મ પણ આ જ વાત કહે છે.
વધુ નવું વધુ જૂનું