અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદની રાજ પ્રો. ફેક્ટરીમાંથી ડુપ્લિકેટ તેલનો જથ્થો ઝડપાયો

બોટાદની રાજ પ્રો. ફેક્ટરીમાંથી ડુપ્લિકેટ તેલનો જથ્થો ઝડપાયો

● બોટાદLCBએ રેડ પાડી ડુપ્લિકેટ તેલના 25 ડબ્બા અને કેમિકલની 3 બોટલ સાથે રૂ. 84058નો મુદ્દામાલ ઝડપી લીધો

બોટાદ શહેરના ભાવનગર રોડ ઉપર કેમિકલનો ઉપયોગ કરી સોયાબીનમાંથી સિંગતેલ બનાવતી ફેક્ટરીની જાણકારી પોલીસને મળતા જિલ્લા એલ.સી.બી પોલીસ આ ફેક્ટરીમાં ત્રાટકતા ફેક્ટરીના માલિક દ્રારા ડુબ્લીકેટ તેલ બનતુ હોવાનુ કેમિકલ અને તેલના ડબ્બા મળી આવતા જેની જાણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ ભાવનગરને કરતા તેમની ટીમ સાથે ફેક્ટરીમાં પહોચી તપાસ કરતા ડુબ્લીકેટ તેલ બનતુ હોવાની જાણ થતા આ તેલના ડબ્બા અને કેમિકલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથધરી હતી.

બોટાદ LCB પી.આઈ. એ.બી.દેવધા, પી.એસ.આઈ એન.જી.રબારી અને સ્ટાફના વનરાજભાઇ બોરીચા, ભગીરથસિંહ લીંબોલા, બળદેવસિંહ લીંબોલા, પરાક્રમસિંહ ઝાલા તા.21/7/22ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો. ભગીરથસિંહ લીંબોલાએ બાતમીના આધારે બોટાદના ભાવનગર રોડ ઉપર, રાધેનગર સોસાયટી, મારૂતી મીનરલ પ્લાન્ટની બાજુમાં આવેલ ‘‘રાજ પ્રોટીન્સ’’ તેલ પેકેજીંગ યુનીટમાં રેઇડ પાડતા ‘‘રાજ પ્રોટીન્સ’’ તેલ પેકેજીંગ યુનીટમાં માલિક આકાશભાઇ સુલતાનભાઇ હસનાણી ઈસ્માઇલી ખોજા ઉવ.28 રહે.બોટાદ ઠે. કરીમનગર સોસાયટી ખુશી ડ્રીમ હાઉસ, 201 પાળીયાદ રોડ બોટાદ વાળાને ત્યાંથી આ ડુબ્લીકેટ તેલ બનાવવા માટેનો કાચો માલ સોયાબીન અને પામોલીન તેલ પેકેજીંગ યુનીટમાં રાખેલ 7 ટાંકામાં મળી આવ્યુ હતુ.

આ તેલમાં કેમીકલ ભેળવી ડુબ્લીકેટ તેલ બનાવવામાં આવતુ હોવાથી આ અંગે ડેજીગ્નેટેડ ઓફીસર, મદદનીશ કમીશનરની કચેરી, ખોરાક અને ઔષધ નીયમનતંત્ર ભાવનગરની કચેરીને જાણ કરતા કચેરીના ફુડ સેફટી અધિકારીની કાર્યવાહી દરમ્યાન સદર રાજ પ્રોટીન્સ તેલ પેકેજીંગ યુનીટમાંથી તેલના જુદા જુદા શીલબંધ નમુનાઓ લઈ અને પેકેજીંગ યુનીટમાંથી ફુડ સેફટી ઓફીસરે 15 કિલોગ્રામ કંપની પેક ટીન (ડબ્બા) નંગ 25 ડબ્બા અને એડલટન(કેમીકલ) ની 3 બોટલ મળી કુલ કિ.રૂ. 84058 નો જથ્થો સીજ કરી અને આ ડુપ્લીકેટ તેલને પૃથ્થકરણ માટે હસ્તગત કરેલ છે અને ફુડ અને ડ્રગ્સ વિભાગ તરફથી આ નમુનાનો અભિપ્રાય મળ્યે ઉત્પાદક વીરૂધ્ધ ધોરણસરની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


વધુ નવું વધુ જૂનું