અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ

જસદણ પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,રાજકોટ
રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિહ રાઠૌડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો પર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.એમ.જાડેજા તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.એમ.રાણા ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચના માણસો જસદણ વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન પો હેડ કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ ને બાતમી આધારે હકીકત મળેલ કે સોમલપર ગામની સીમમાં રહેતા રમેશભાઇ ધનાભાઇ શીયાળે સોમલપર ગામની સીમમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીએ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક રાખેલ હોવાની સચોટ હકિકત આધારે રેઇડ કરી મજકુરને ગે.કા હથિયાર સાથે પકડી પાડી જસદણ પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
 પકડાયેલ આરોપી
રમેશભાઇ ધનાભાઇ શીયાળ જાતે કોળી ઉ.વ. ૪૫ ધંધો-ખેતી રહે સોમલપર ગામની ખારી સીમ વિસ્તાર તા.વિંછીયા જી.રાજકોટ
કબ્જે કરેલ મુદામાલઃ એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૩૦૦૦/
લોખંડ ના છરા નંગ-૩૦ કિ.રૂ.૫૦/
દારૂગોળા નો પાવડર કિ.રૂ.૧૫૦/
કુલ કિંમત રૂપિયા:- ૩૨૦૦/ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું