જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડનો રવિવારે જન્મદિન
પાંચમા પૂછાતાં અને પારકી છઠ્ઠીના જાગતલ એવાં જસદણ જીઆઈડીસી એસોસિએશનના અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાનાંના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ (મો.9601511111) નો તા. ૩૧ જુલાઈ રવિવારના રોજ જન્મદિવસ છે
વિજયભાઈ રવિવારે પોતાની જીવનયાત્રાના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯ વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં તેમનાં બહોળા મિત્રવર્તુળ, સગાસ્નેહીજનો પરિવારમાં ખુશાલી વ્યાપી છે. ભૂતકાળમાં જસદણ શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકેની કામગીરીમાં જોટો જડવો મુશ્કેલ છે ખાસ કરીને લોકડાઉન અને વાર તહેવારોમાં ગરીબ લોકોને આર્થિક મેડીકલ હેલ્પ કરી પણ આ બાબતે જાહેરમાં કોઈ ઢોલ પીટયો નથી અને દેખાડો કર્યો નથી
આવું તો એમની પેઢીએ અને એમણે અનેક કિસ્સાઓમાં ઘણું કર્યું છે પણ એ બધું દેખાડવાનું ન હોય એવું દ્રઢપણે માનનારા વિજયભાઈના જન્મદિને રાજયની ધાર્મિક, રાજકીય, વેપાર,ઉદ્યોગ, સેવાકીય, સામાજિક, વૈદકીય, સરકારી, સહકારી, શેક્ષણિક જેવી સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, અને કર્મચારીઓ દ્વારા વિવિધ માધ્યમો પર આગોતરી મુશળધાર શુભેચ્છાઓ વરસી રહી છે.
વિજયભાઈ મો.9601511111
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
birthday