અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ગોંડલના કંટોલિયામાં જુગાર રમતા આઠ પત્તાંપ્રેમી ઝડપાયા | Gondal News

 ગોંડલના કંટોલિયામાં જુગાર રમતા આઠ પત્તાંપ્રેમી ઝડપાયા


  • પટમાંથી 116100નો મુદ્દામાલ કબજે લેવાયો
  • વાડીમાલિક ફાયદા માટે ચલાવતો હતો જુગારધામ


ગોંડલના કંટોલિયા ગામની સીમમાં આવેલી પોતાની માલિકીની વાડીમાં જુગારધામ ચલાવાતું હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસ ધસી ગઇ હતી, વાડી માલિક સહિત 8ની ધરપકડ કરી કાર્યવાહી કરાઇ હતી. એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન ગોંડલનાં કંટોલીયા ગામે રહેતો કિશોર ભીખાભાઈ રીબડીયા કંટોળીયા ગામની સીમમાં આવેલી પોતાની વાડીમાં જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વાડી માલિક કિશોર ભીખા રીબડીયા ઉપરાંત કિરીટ રવજી ખુંટ, શૈલેષ હિરા ટારીયા, અશોક ભગવાનજી રીબડીયા, અશોક દાના ગોહેલ, રેગન માવજી રેવર, ચિરાગ મહેન્દ્ર રાવલ અને હિતેશ પ્રફુલભાઈ ટીલાળાને ઝડપી લઈ પટમાંથી રૂા.76100ની રોકડ તથા બે બાઈક મળી કુલ રૂા.1,16,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ નવું વધુ જૂનું