અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં દરેક સિનેમા ઘરોનાં પડદા પડી ગયાં છે:બે સિનેમા ઘરો લોકડાઉનથી ખુલ્યા નથી

જસદણમાં દરેક સિનેમા ઘરોનાં પડદા પડી ગયાં છે:બે સિનેમા ઘરો લોકડાઉનથી ખુલ્યા નથી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મલ્ટીપ્લેક્સના યુગમાં સિંગલ સ્ક્રીન થિયટરો ઝઝુમી રહ્યાં છે ત્યારે જસદણનુ સૌથી જુનું ચંદ્રકાન્ત સિનેમા ઘર લોકડાઉન પછી ત્યાં મોલ બની ગયો છે આવી જ રીતે તાજેતરમાં જ નિર્માણ પામનાર સિટી પ્રાઈડ નામનું સિનેમા ઘર પણ લોકડાઉન પછી બંધ હોવાથી હાલતો જે કાર્યરત હતાં તે બન્ને સિનેમાઘરો બંધ હોવાથી જસદણ શહેર સિનેમા વિહોણું બની ગયું છે આ બંને હયાત સિનેમાઘરો ફરી ચાલું થાય એવું ફિલ્મી રસિયાઓ ઈચ્છી રહ્યાં છે 
કોરોના મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ઉદ્યોગો સહિત અનેકને રાહત પેકેજ આપવામાં આવ્યા હતાં પણ લાંબા સમય સુધી બંધ પડેલા સિનેમા ઘરોને કોઈ રાહત પેકેજ આપવામાં આવ્યું ન હોવાથી ગુજરાતના અનેક શહેરોના સિનેમા ઘરોની માઠી દશા બેઠતા બંધ કરી દેવાની નોબત આવી પડી હોવાનું ચર્ચાય છે જસદણમાં અગાઉ મિનરવા અને સન નામના બે ટોકીઝો હતાં પણ સંચાલકો ચલાવી ન શકતાં તે વર્ષો પહેલાં કાયમ માટે તેનો પડદો પડી ગયો હતો પણ ચંદ્રકાન્ત અને સિટી પ્રાઈડ આ બન્ને સિનેમાઘરો કોરોના મહામારી પછી બંધ છે ત્યારે આ બે સિનેમાઘરો ચાલું થાય એવું ફિલ્મી શોખીનો ઈચ્છી રહ્યાં છે.
પ્રતિકાત્મક તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ મો.9924014352
વધુ નવું વધુ જૂનું