અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયા પોલીસ અને વિછીયા મામલતદાર ની મિલીભગતને કારણે આમ જનતા હેરાન પરેશાન

 વીંછિયા પોલીસ અને વિછીયા મામલતદાર ની મિલીભગતને કારણે આમ જનતા હેરાન પરેશાન


તારીખ 4.7.2022 ના રોજ વિંછીયા મામલતદાર કચેરી મુકામે 38 દિવસથી છાસિયા ગામની દીકરી રંજનબેન લખમણભાઇ જોગરાજીયા ગુમ હોય અનેકવાર પોલીસ તંત્રને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારે ન્યાય ન મળતો હોય અને 38 દિવસ થવા છતાં પણ કોઈ પણ પ્રકારની પોલીસ કેસ ન લેવાથી વિછીયા મામલતદાર કચેરી મુકામે ગાંધી સિંધિયા માર્ગે ન્યાય માટે ધારણા ઉપવાસ કરવામાં આવેલ છે 

વીંછિયા પોલીસ અને વિછીયા મામલતદાર ની મિલીભગતને કારણે આમ જનતા હેરાન પરેશાન


અને ગુજરાતની અંદર કથળેલો કાયદો વ્યવસ્થા ને ભાન કરાવવા માટે આ ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની અંદર એક પણ બેન દીકરી સલામત નથી દિન પ્રતિ દિન આજે અપહરણ થાય છેડતી થાય બળાત્કાર થાય તેમ છતાં ગુજરાત પોલીસ માત્રને માત્ર તમાશો જોયા કરે અને રાજકીય નેતાઓની ચાપલૂસી કરે

 જ્યારે ગુજરાતની આમ પ્રજા ન્યાય માટે પોલીસ પાસે જાય ત્યારે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી પોલીસ તેની પાસેથી દરેક કામના પૈસા લઈ અને કામ કરતી ન હોય અરજદાર કરતાં ગુનેગારોને વધારે પ્રોત્સાહન આપતી હોય એવી પરિસ્થિતિનું રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકા ની અંદર નિર્માણ થયું હોય


 ત્યારે આજે કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી રંજનબેન અને એના પરિવારને ન્યાય મળે એટલા માટે મામલતદાર કચેરી મુકામે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે 


તો તમામ લોકોએ આ ઘરના કાર્યક્રમની અંદર જોડાવા કોળી વિકાસ સંગઠન ગુજરાત તરફથી આહવાન કરવામાં આવે છે કારણ કે આ ભાજપ સરકારના શાસનમાં કાયદો વ્યવસ્થાને ભાન કરાવવા માટે 

તમામ લોકોએ સહભાગી થવા કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા વિનંતી કરવામાં આવી હતી.

વધુ નવું વધુ જૂનું