કારગિલ વિજય દીવસના અવસરે આજે સવારથી જસદણ વીંછિયા પંથકના ભાજપ નેતાઓએ સોશ્યલ મીડિયા ગજવી મૂક્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૬
ભૂતકાળમાં આપણાં દેશ ભારતએ પાકિસ્તાનને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ધુળ ચાટતું આજની તવારીખમાં કરેલ
તે સમયના દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ જાહેર કરેલ ત્યારથી દર વર્ષે આજની ૨૬ તારીખે સમસ્ત દેશના નાગરિકો આ દિવસે જુદાં જુદાં સેવાકિય સામાજિક કાર્યો યોજી દેશના વિરગતિ પામેલ શહિદોને અંજલિ અર્પણ કરી કરી રહ્યાં છે ત્યારે આજે જસદણ વીંછિયા તાલુકાના ભાજપના અગ્રણીઓએ વહેલી સવારથી આ પ્રસંગે સોશ્યલ મીડિયા ગજવી દેશના જવાનોને યાદ કર્યાં હતાં આ કારગિલ વિજય દિવસે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ એક નિવેદનમાં કારગિલમાં વિરગતિ પામેલા જાંબાઝને ગર્વભેર યાદ કર્યાં હતાં તેમણે જણાવ્યું હતું કે આજના કારગિલ વિજય દિવસે ભારતીય જવાનોની બહાદુરી અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે ત્યારે ભારતીય જવાનોને મારાં શત શત નમન અર્પણ કરું છું તેમની નિષ્ઠા અને સમર્પણ થકી અબજો દેશવાસીઓ સુરક્ષિતની લાગણી મહેસૂસ કરી રહ્યાં છે તેથી અમારી છાતી ગજ ગજ ફૂલી રહી હોવાનું અંતમાં વિજયભાઈએ જણાવ્યું હતું
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News