WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ડો.સૈયદના સાહેબ પહોંચ્યા લંડન: નવદિવસ હ.ઈમામ હુસૈનની યાદમાં બલિદાન ગાથા રજુ કરશે

ડો.સૈયદના સાહેબ પહોંચ્યા લંડન: નવદિવસ હ.ઈમામ હુસૈનની યાદમાં બલિદાન ગાથા રજુ કરશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૯
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ (સર્વોચ્ચધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરસ્સાદિક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) આગામી મોહરમ માસને લઈ હિજરી સન ૬૧ માં વીરગતિ પામેલા ઇસ્લામ ધર્મના જાંબાઝ વીર શહીદ હઝરત ઇમામ હુસૈન અલય્હિસ્સલામ ની યાદમાં સળંગ નવ દિવસ બલિદાન ગાથા (વાયેઝ) કરવાં માટે આજે તાજદાર ડો. સૈયદના અનેક દેશોનો પ્રવાસ કરી ઇંગ્લેન્ડના મુખ્ય શહેર લંડન પહોંચ્યા હતાં તેઓ આગામી તા. ૩૦ થી નવદિવસ કરબલાના બનાવની પ્રસંગોચિત્ત વાયેઝ કરશે જેમાં તેમના દુનિયાભરમાંથી હજજારો અનુયાયીઓ લંડન આવશે જેમાં જસદણ સહિત સૌરાષ્ટ્રના પણ વ્હોરા બિરાદરો જોડાશે. લંડનની વિખ્યાત હુશેની મસ્જિદમાં યોજાનારી આ નવ દિવસીય વાએઝ અંગે સ્થાનિક જમાત દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે આવનાર તમામ યાત્રિકોની પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવશે અત્રે નોંધનીય છે ઇસ્લામ ધર્મના મહાન માનવતાવાદી પયગમ્બર હ. મોહંમદ મુસ્તુફા (અ.સ.) ના દોહિત્ર હ. ઈમામ હુસૈન (અ.સ.) એ અંદાજે ૧૪૦૦ વર્ષ પહેલાં સત્યની વેદી પર એવી ભવ્ય બેજોડ શહાદત આપી હતી કે જગતભરના ભલભલા મહારથીઓ આજે પણ તેમને દિલથી દિલનાં ઊંડાણથી યાદ કરી હદય ભીંજવી તેમનાં ગુલામના ગુલામ હોવાનો દાવો કરે છે ઉલ્લેખનીય છે કે તે સમયના જુલ્મી શાસક યઝીદના સામે હ. ઈમામ હુસૈન અલય્હિસ્સલામ એ એવો અવાજ ઉઠાવ્યો હતો કે તેમણે તો શહાદત વ્હોરી પણ બોત્તેર સગા સંબધીઓ અને પરિવારના સભ્યોએ પોતાનો જીવ આપી ઇસ્લામ ધર્મને એક ખરાં અર્થમાં જીવંત બનાવ્યો હતો.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો