અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં વંદે ગુજરાત વિકાસયાત્રા: લાભાર્થીઓને લાભ અપાવ્યો

જસદણમાં વંદે ગુજરાત વિકાસયાત્રા: લાભાર્થીઓને લાભ અપાવ્યો

 જસદણ નગર પાલિકા વિસ્તાર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે સવારે 9.15 કલાકે શહેરના સરદાર ચોક ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા તેમજ પ્રાંતસાહેબ, મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, કારોબારી ચેરમેન શોભનાબેન જયંતીભાઈ ઢોલરીયા,પૂર્વ કારોબારી ચેરમેન ભાવેશભાઈ વઘાસિયા તેમજ પ્રવીણભાઈ ધોળકિયા, ભાજપ અગ્રણી ગજેન્દ્રભાઈ રામાણી,શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, મહામંત્રી બીબીસી તેમજ મુકેશભાઈ જાદવ, નિમેષભાઈ શુક્લ, જિલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા, શિક્ષણ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી, વિનુભાઈ બુટાણી, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ભરતભાઈ જેબલીયા તેમજ નગર પાલિકા ના સદસ્યો સંગઠન ના હોદેદારો તમામ વિભાગના અધિકારીગણ, કર્મચારીગણ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
     આ પ્રસંગે માન. પ્રમુખશ્રી એ જસદણમાં રૂ.11 કરોડ ના વિકાસ કામો ની માહિતી આપી હતી તેમજ 
1, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં 180 જેટલા ગરીબ લાભાર્થીઓને પ્રત્યેક ગરીબને સાડા ત્રણ લાખ જેટલા રૂપિયા મકાન બાંધવા માટે આપવામાં આવ્યા
2, ગંગા સ્વરૂપા બહેનોને મહિને બાર સો રૂપિયા
3,વ્હાલી દીકરી યોજના
4,વૃધ્ધ પેનશન યીજના અંતર્ગત ની સહાય વૃદ્ધો અને પેન્શન આપવામા આવશે
5, સંકટ મોચન યોજના તેમજ આયુષ્યમાન ભારત યોજના
 વિગેરે યોજનાઓ ના લાભાર્થીઓને
હુકમો એનાયત કરવામાં આવ્યા હતા 
કાર્યક્રમ ની આભાર વિધિ સંજયભાઈ ડાભી દ્વારા કરાયેલ અને કાર્યક્રમ નું સંચાલન હર્ષદ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રથ શિવરાજપુર મુકામે જવા નીકળેલ હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું