ચોટીલા તાલુકાના ચીરોડા (ભા)નાં યુવાનની ઝેરી દવા પી આત્મહત્યા
- કેટલાક લોકો સાથે ઝઘડા બાદ પગલું ભર્યાની પરિવારની શંકા
- ચોટીલાનાં ચીરોડા(ભા)ના 23 વર્ષના યુવાને મોકાસર વાડી વિસ્તારમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.
આ બનાવમાં પરિવારજનોએ કેટલાક લોકો સાથે ઝઘડા બાદ પગલું ભર્યાની શંકા જતાવી છે. ચીરોડા ભાદરનો રહીશ સંજય ભૂપત ખોરાણીએ તેના મોસાળમાં વાડીએ જંતુનાશક દવા પી લેતા તેનું મૃત્યુ નિપજ્યુ હતું. પોલીસે લાશનું પીએમ કરાવી એડી ગુનો દાખલ કર્યો છે.
મૃતકના પરિવારજનોની પ્રાથમિક પૂછપરછમાં મરનારના આત્મઘાતી પગલા પહેલા નજીકનાં ગામના કેટલાક યુવાનો સાથે સ્ત્રી પાત્રને કારણે ઝઘડો થયો હતો.
બાદમાં યુવાન મામાની વાડીએ જતો રહ્યો હતો અને ત્યાં રાતે તેને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.મરનાર ઝઘડાને કારણે જ આ પગલું ભરેલ હોવાની શંકા દર્શાવતા સમગ્ર મામલે એએસઆઇ એમ. એન. રાજપરાએ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા મુજબ મોકાસર ગામમાં જ આત્મહત્યાનાં મૂળ રહેલા છે. અને સમગ્ર ઝઘડાના બીજ પણ સ્થાનિક છે. ક્યાં કરાણોસર માથાકૂટ થયેલ આવા અનેક રહસ્યો તપાસ દરમિયાન ઉકેલાશે ખરા તે જોવાનું રહે છે.
Tags:
News