અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મોરબીમાં ઓહબતની મજલિસમાં રશીદાબેન મોડપરવાળા એ મેદાન માર્યું

મોરબીમાં ઓહબતની મજલિસમાં રશીદાબેન મોડપરવાળા એ મેદાન માર્યું
દાઉદી વ્હોરા સમાજમાં આગામી પવિત્ર માસ મોહરમને લઈ દેશ અને દુનિયાભરના શહેરો અને ગામોમાં કરબલાના જાંબાઝ વીર શહીદ હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામની યાદમાં દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ય ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) ના ફરમાન મુજબ હાલ સૌરાષ્ટ્રના બહુધા વ્હોરા સમુદાયના વસવાટવાળા ગામેગામ ઓહબતની મજલિસ યોજાય રહી છે જેમાં હજજારો વ્હોરા બિરાદરો મજલિસમાં ભાગ લઈ શ્રદ્ધાના ફૂલો ન્યોછાવર કરી રહ્યા છે 
ત્યારે મોરબી ઓહબતની મજલિસનો મોરબીમાં વસવાટ કરતાં રશીદાબેન મોડપરવાળાનો પ્રથમ નંબર આવેલ હતો.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું