જસદણમાં રવિવારે રાજ્યના મુખ્યમંત્રીના આગમનને કારણે તંત્ર અને ભાજપની તૈયારીઓ
જસદણમાં આગામી રવિવારે રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના હોય ત્યારે તંત્ર અને ભાજપના કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ સાથે તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે મુખ્યમંત્રી આ પંથકમા ડેમના ભૂમિપૂજન માટે આવી રહ્યાં હોવાથી ભાજપના દરેક કાર્યકરોમાં ખુશાલીના ઘોડાપુર છવાયા છે જસદણના ગોડલાધાર નજીક એક ડેમ બનાવવામાં આવી રહ્યો છે અને ગોડલાધારમાં ઍક શાળા જેનું ભૂમિપૂજન તા.૧૦ ને રવિવારે બપોરે ત્રણ વાગ્યે ભૂપેન્દ્રભાઈ કરશે આ અવસરે તેમની સાથે રાજ્યના સિંચાઈ મંત્રી ઋષિકેશભાઈ પટેલ જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા પૂર્વ ધારાસભ્ય ડો ભરતભાઈ બોઘરા જીલ્લા ભાજપ સંગઠન જોડાશે મુખ્યમંત્રીના આગમનને પગલે ભાજપના કાર્યકરોમાં ભારે થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News