અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયાના દડલી ગામે લગ્નેતર સબંધને લઇ પતિએ કર્યું પત્નીનું ખૂન

 વિંછીયાના દડલી ગામે લગ્નેતર સબંધને લઇ પતિએ કર્યું પત્નીનું ખૂન


  • પતિ એ પત્નીની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી
  • સાળી અને બનેવીએ સાથે મળીને યુવતીની હત્યા કરી
  • યુવક પોતાની સાળી સાથે પ્રેમ સબંધમાં હતો

 

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના દડલી ગામે પતિને પોતાની જ સાળી સાથે પ્રેમ સબંધ હોવાથી સાળી અને બનેવીએ સંયુક્ત રીતે યુવતીની હત્યા કરી દીધી હતી.

વિંછીયાના દડલી ગામે લગ્નેતર સબંધને લઇ પતિએ કર્યું પત્નીનું ખૂન


સાળી અને બનેવી વચ્ચે પ્રેમ સંબંધ હતો

મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના દડલી ગામે રાજેશ ઓળકીયા અને તેમના પત્ની રંજનબેન ઓળકીયા રહેતા હતા. પરંતુ રાજેશ ઓળકીયાને પોતાની પત્ની રંજનની સગી બહેન ઈન્દુ જોગરાજીયા સાથે પ્રેમ સબંધ હતો. આથી રાજેશ ઓળકીયા અને ઈન્દુ જોગરાજીયાએ મળીએ કાવતરું રચીને રાજેશની પત્ની રંજનની હત્યા કરી હતી. હત્યા કાર્ય બાદ આરોપીઓએ લાશને જમીનમાં દાટી દીધી હતી.


પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી 

આ હત્યાની જાણ વીંછીયા પોલીસને થતા ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના જંગલ વિસ્તારમાં જમીનમાં ડાટેલો મૃતદેહ જમીન ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર કાવતરાનો પર્દાફાશ થતા બંને આરોપીઓની વીંછીયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. વીંછીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


આ ઘટનાનો પૂરો વિડિઓ જોવો 


વધુ નવું વધુ જૂનું