તપાસ:ગઢડાના BAPS મંદિરના સેવકનો હત્યારો પકડાયો
ગઢડા(સ્વામીના) મુકામે આવેલા બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ મંદિર ખાતે ખત વહેલી સવારે મંદિરમાં રહેતા એક સેવકના લોહીથી લથબથ હાલતમાં મળી આવેલા મૃતદેહ અને પોલીસ તપાસ બાદ હત્યા નું કારણ અને હત્યારા ની વિગત નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
આ અનુસંધાને બી.એ.પી.એસ. મંદિરમાં જ રહેતા સાથી સેવક પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિ ની હત્યા મહેન્દ્રસિંહ રાઠવા નામના વ્યક્તિએ કરી હોવાનું અને હત્યાના કારણમાં આરોપીએ અમેરીકા જવાની લાલચે અને મૃતક વ્યક્તિ આડખીલીરૂપ જણાતો હોવાના કારણે ઢીમ ઢાળી દીધું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.