અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ચોટીલામાં 2 યુવક વચ્ચે ઝઘડો થતાં એકે બીજાને છરીના ઘા માર્યા : Chotila News

ચોટીલામાં 2 યુવક વચ્ચે ઝઘડો થતાં એકે બીજાને છરીના ઘા માર્યા


  • ઘાયલને પ્રાથમિક સારવાર બાદ રાજકોટ રીફર કરાયો
  • પોલીસ ઘટના પહોંચી તપાસ હાથ ધરી હતી


ચોટીલા ખાંડી પ્લોટ નજીક આવેલ સરમાળીયા દાદાની ડેરી પાસે બે યુવાનો વચ્ચે કોઇ કારણોસર ઝગડો થયો હતુ.જેમાં એક યુવકે બીજા યુવક ઉપર તિક્ષ્ણ છરીનાં ઘા ઝીંકી દેતા ઘાયલ યુવનને સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.શહેરમાં પોલીસનો કોઇ ખોફ ન હોય તેવી ઘટના ઘટતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

ચોટીલામાં 2 યુવક વચ્ચે ઝઘડો થતાં એકે બીજાને છરીના ઘા માર્યા : Chotila News


આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ચોટીલાની મુખ્ય માર્કેટ ખાંડી પ્લોટ અને ગ્રામીણ બેંક વચ્ચે આવેલ વાસુકી ચરમાળીયા દાદાનાં મંદિર પાસે સલમાન મુનાભાઇ સોલંકી અને આદિલ ઇલ્યાસભાઇ વચ્ચે કોઇ કારણોસર ઝગડો થયો હતો.આથી આદિલે તેની પાસે રહેલી ધારદાર છરીનાં ઘા ઝીંકી દીધા હતા.આથી ઈજાગ્રસ્ત સલમાનને લોહી નિકળતી હાલતમાં રેફરલ હોસ્પિટલ લઈ જવાયો હતો.


જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને તપાસ હાથ ધરી હતી.આમ આ લોકોમાં ઘટનાએ ચકચાર જગાવી હતી.

વધુ નવું વધુ જૂનું