રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિત: વિવિઘ અગ્રણીઓને મળ્યા
હરિ હીરપરા દ્વારા જસદણ
ગુજરાત સરકારના રાજયકક્ષાના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના પ્રધાન શ્રી હર્ષ ભાઈ સંઘવી આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે રાજકોટ શહેર ની તિરંગાયાત્રામાં ઉપસ્થિત રહેવા માટે રાજકોટ માં હતા.
ગૃહમંત્રી શ્રીસંઘવીની ખાસ ઉપસ્થિતિ માં
રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રમાં વકીલાત ના વ્યવસાય સાથે જોડાયેલા સિનિયર ધારાશાસ્ત્રીઓ અને ગુજરાત સીમા જાગરણ મંચ ના અગ્રણી શ્રી જીવણભાઈ આહીર સહિત ના હોદેદારો ની એક સંયુક્ત બેઠક રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ ના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતીભાઈ ભાડેસિયા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક શ્રી મહેશભાઈ જીવાણી અને સૌરાષ્ટ્ પ્રાંતના પ્રચાર પ્રસાર વિભાગના પ્રમુખ શ્રી પંકજભાઇ રાવલ ના સયુંકત પ્રયાસોથી એક મહત્વ ની બેઠક નું રાજકોટ ના સિનિયર એડવોકેટ શ્રી અનિલભાઈ દેસાઈ ના નિવાસસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત ભાજપના સિનિયર અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઈ વાળા; ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગના રાજયકક્ષાના પ્રધાન શ્રી અરવિંદભાઈ રૈયાણી ;ગુજરાત ના રાજ્યસભા ના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા રાજકોટ ના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ અને સૌરાષ્ટ્રના ભાજપના પ્રવક્તા શ્રી રાજુભાઇ ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ભારતની આઝાદી સમયે ભારતમાં થી જુદા પડેલા અને અન્ય દેશોમાં નિવાસ કરતા આપણા હિન્દુ સમાજના જે નાગરિકો ભારતમાં નાગરિકત્વ પ્રાપ્ત કરવા ઇચ્છુક હોય તેવા નાગરિકો ને કાયદાકીય અને વહીવટી દ્રષ્ટિએ સહાયભૂત બનવા અને રાષ્ટ્રીયતા ના દ્રષ્ટિકોણ થી મદદરૂપ થવા તૈયાર હોય તેવા વકીલો ની ટીમ તૈયાર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં વકીલો ને લગતા પ્રશ્નો માં મુખ્યત્વે ગુજરાત હાઈકોર્ટની રાજકોટ અને સુરત ખાતે હાઇકોર્ટે ની બેચ આપવા તેમજ ગુજરાત ની વિવિધ ટ્રીબ્યુનલો ના સીટીંગ રાજકોટ અને સુરત ખાતે ગોઠવવામાં આવે તેવી લાગણી પુન: વ્યક્ત કરવામાં આવેલ હતી. અને ગુજરાત ના ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રશ્ન પરત્વે હકારાત્મક વલણ દાખવી સરકાર કક્ષાએ ઘટતું કરવાની ખાતરી આપેલ હતી.
આ બેઠકમાં ગુજરાત ભાજપના લીગલસેલના સહ સંયોજક શ્રી અનિલભાઈ દેસાઈ ;લલીતસિંહ શાહી;તુલસીદાસ ગોંડલીયા; દિલીપભાઈ મીઠાણી; નલીનભાઈ પટેલ; પિયુષ ભાઈ શાહ; કમલેશભાઈ શાહ; ભગીરથભાઇ ડોડિયા ;રાજકોટ બાર એસોસિએશન ના સેક્રેટરી શ્રી પી. સી. વ્યાસ ; MACT બાર એસોસિએશન ના પ્રમુખ શ્રી અજયભાઈ જોષી;રક્ષિત કલોલા; કિશોરભાઈ સખીયા ;કિરીટ પાઠક;પરેશ ઠાકર ;કાર્તિકેય પારેખ:રજનીબા રાણા અને ચેતનાબેન કાછડીયા જયેશભાઇ સંઘાણી સહિત ના ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ની જાણીતી હોસ્પિટલ "પંચનાથ હોસ્પિટલ ના સંચાલકો સર્વશ્રી દેવાંગ ભાઈ માંકડ ; સંદીપભાઈ ડોડિયા;નીતિનભાઈ મણિયાર;મયુરભાઇ શાહ;અને ડી.વી. મહેતા બેઠકના સ્થળે વ્યવસ્થા ની જવાબદારી સોંપવામાં આવેલ હતી.
હરિ હીરપરા જસદણ
મો.9723499211
Tags:
News